________________
* પરમાત્મભાવનાનું પૂરક, બહિરાત્મભાવનું રેચક અને સ્વભાવનું કુંભક. આ ભાવ પ્રાણાયામ છે, ખતરા વગરનું છે. દ્રવ્ય પ્રાણાયામની ખાસ ઉપયોગિતા નથી. જો કે દ્રવ્ય પ્રાણાયામનું શ્રી હેમચન્દ્ર સૂરિજીએ યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં વર્ણન ક્યું છે.' પરકાયપ્રવેશની વિધિ પણ બતાવી છે. પરંતુ સાથે સાથે તેનો ખતરો પણ બતાવ્યો છે.
* “વિમલા ઠકારે મને કહ્યું છે બધાજવાણીના વ્યવહારો બંધ કરી નિશબ્દમાં ઉતરી જાવ.” આ બરાબર છે?” શશીકાન્તભાઈએ હમણા મને પૂછ્યું.
મેં શશીકાન્તભાઈને કહ્યું: સ્વાધ્યાય, જાપ આદિ ચાલુ જ રાખો. નિઃશબ્દ માટે શબ્દો છોડવાની જરૂર નથી. વાણી તો પરમાત્માની પરમ ભેટ છે. એને છોડાય નહિ, સદુપયોગ કરાય. નિઃશબ્દ અવસ્થા માટે શબ્દો છોડવા નહિ પડે, સ્વયમેવ છૂટી જશે. ઉપર ગયા પછી આપણે પગથિયાને તોડી નાખતા નથી. નીચે આવવું હશે ત્યારે એ જ પગથિયા કામમાં આવવાના છે'
શશીકાન્તભાઈએ કહ્યું: “૧૦ વર્ષનું ભાથું આપે આપી દીધું. મારું મન સંપૂર્ણ નિઃશક બન્યું. આપના જવાબથી સંપૂર્ણ સંતુષ્ટ બન્યું.'
* “અજકુલગત કેસરી લો રે. ... નિજ-પદ સિંહ નિહાલ; તિમ પ્રભુ-ભક્ત ભવી એ રે, આતમ-શક્તિ સંભાલ.'' – પૂ. દેવચન્દ્રજી
બકરીના ટોળામાં નાનપણથી જ રહેલો સિંહ પોતાને ભલે બકરી માને, પણ સાચા સિંહને જોતાં જ એની અંદર રહેલું સિંહત્વ જાગી ઊઠે છે. આપણે પણ પ્રભુને જોઈને આપણી પ્રભુતા પ્રગટાવવાની છે.
૪ દીક્ષાથી બે-ત્રણ વર્ષ પહેલા જ સમાધિના બીજ પડી ગયેલા જિનભક્તિમાં ૩-૪ કલાક ગાળ્યા પછી છેલ્લો કલાક પરમ આનંદમાં જતો, સમાધિની ઝલક મળતી.
* “મા કાલી’નું નામ સાંભળતાં જ રામકૃષ્ણ પરમહંસને સમાધિ લાગી જતી. એટલી હદ સુધી તેમણે મા સાથે પ્રેમ કેળવેલો. સમાધિ સુધી પહોંચવા માંગતા હો તો પ્રભુ સાથે પ્રેમ કરો.
‘પાતીતિ પિતા’ રક્ષણ કરે તે પિતા. ભગવાન આપણા પિતા છે, દુર્ભાવોથી આપણું રક્ષણ કરે છે.
* પરમાત્માના ગુણોનું ચિંતન તે ઐશ્વર્યોપાસના.
પરમાત્મા સાથે સંબંધ જોડવો, પ્રેમ કરવો તેમાધુર્યોપાસના. બન્ને પ્રકારની ઉપાસના સિદ્ધસેન દિવાકર સૂરિજીએ શકસ્તવમાં બતાવી છે.
.... કહે કલાપૂર્ણસૂરિ
૧૪ ... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org