________________
Í4, ૧૮-૯-૯૯, ભા, સુદ-૮
સાધુની આહાર ચર્યાઃ ધર્મસંગ્રહ ગ્રંથના બીજા ભાગમાં સાધુની ચર્ચા સવિસ્તર બતાવી છે. પ્રથમ ભાગમાં શ્રાવક – ધર્મનું વર્ણન છે.
એકેક વિધિનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતાં જણાશે તીર્થકરોની જીવો પર કેટલી કરુણા છે!
સાદડીમાં ચાલુ માંડલીમાં એક મહાત્મા (ચારિત્રભૂષણ વિ.) ના પાત્રામાંથી એક કૂતરો મેથીનો લાડવો ઊઠાવી ગયેલો.
માટે જ વાપરતાં પહેલા ઉપર - નીચે અને આજુબાજુ જોવાનું વિધાન છે. ગોચરીમાં ફરતા, પસીનાથી રેબઝેબ થયેલા જૈન સાધુને જોઈને એક નિષ્ણાત વૈદ્ય પાછળ-પાછળ ચાલતો ઉપાશ્રયમાં આવ્યો. તાત્કાલિક વાપરશે તો મુનિને દોષોનો પ્રકોપ થશે- એમ તે માનતો હતો. પણ સાધુ મહારાજ તો પચ્ચખાણ પારી, ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરી પછી વાપરવા બેઠા, આથી શરીરના ધાતુઓ સમ થઈ ગયા. પછી વાપરવા બેઠા તેથી વૈદ્ય સર્વોક્ત વિધાન પર ઝૂકી પડ્યો કેવું સર્વજ્ઞનું શાસન!
ભયંકર ભૂખ લાગી હોય ત્યારે ૧૭ ગાથાનો સ્વાધ્યાય પણ ૭૭ ગાથા જેટલો લાભ આપે.
* ધર્મ કરીએ તો માત્ર આપણને જ નહિ, આખી દુનિયાને લાભ મળે. કઈ રીતે ? પબ્ધિ સૂત્રમાં ધર્મના કેવા વિશેષણો વાપર્યા છે? हिए सुए खम्मे निस्सेसिए आणुगामियाए.... सव्वेसिं पाणाणं ।
૨૩૨ ... Jain Education International
...... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only