________________
* જ્ઞાનથી શ્રદ્ધા વધે. જ્ઞાન અને શ્રદ્ધાથી ચારિત્રવધે. જ્ઞાનહીન શ્રદ્ધા ઉધાર હોય છે. શાનથી પ્રાપ્ત શ્રદ્ધા સ્વયંની હોય છે. પહેલા માત્ર વડીલો પર વિશ્વાસ હતો. પછીથી જાતે સમજેલું હોય છે. પહેલી શ્રદ્ધા ચલિત થઈ શકે, બીજી નહિ.
જ્ઞાન + શ્રદ્ધા બન્ને સાથે મળીને ચારિત્ર લાવે જ.
સોમ, ૬-૯-૯૯, શ્રા. વદ-૧૧,
આ ત્રણેય મળીને મોક્ષ લાવે જ. માટે જ ‘સમ્ય વર્શન- જ્ઞાનચારિત્રાળિમોક્ષમાર્ગ:।' અહીં ‘માર્ગઃ’માં એક વચન, ત્રણેય છુટા-છુટા નહિ, પણ સાથે મળે તો જ મોક્ષ થાય એમ જણાવે છે.
આખો નવકાર ‘નમો અરિહંતાણં’ માં સમાઈ જાય છે. કેમકે અરિહંત પંચ પરમેષ્ઠિમય છે. દીક્ષા લીધી ત્યારે મુનિ, ગણધરોના ગુરુ બન્યા ત્યારે આચાર્ય પાઠ આપ્યો ત્યારે પાઠક – ઉપાધ્યાય, અશ્ચિંત તો સ્વયં છે જ. સિદ્ધ પણ થવાના જ. "लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मङ्गलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ।। " સિદ્ધસેન દિવાકરસૂરિ, શક્રસ્તવ. લોકોત્તમ મંગળ ચાર છે ઃ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. સાકરનું નિર્માણ અન્ય દૂધ આદિને પણ મધુર બનવા માટે થયેલું છે, તેમ અરિહંત પણ અન્યને મંગલભૂત બનાવનાર છે. અરિહંત જ લોકોત્તમ છે, અપ્રતિમ છે, શાશ્વત મંગળ છે, શરણ્ય છે. એક અરિહંતમાં બીજા ત્રણેય મંગળ આવી જાય છે. (સિદ્ધ + ઋષિ + ધર્મ
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
.....
For Private & Personal Use Only
... ૨૧૭ www.jainelibrary.org