________________
વઢ, ઇ-૯-૯૯, શ્રા. વ. ૧૦,
* પિતા, પુત્ર જો વ્યસનોના રવાડે ચડે તો દુઃખી થયા વિના ન રહે. આપણે, જો દોષોના રવાડે ચડીએ તો આપણા પરમપિતા ભગવાન દુઃખી નહિબને?
આપણે ભગવાનને આશ્રિત નથી બન્યા માટે જ દુઃખી બન્યા છીએ. ભગવાનનો આશ્રય નહિ કરીશું ત્યાં સુધી દુઃખી બનવાના જ.
સ્વાતંત્ર્ય એટલે જ મોહનું પાતંત્ર્ય, એ હજુ જીવને સમજાતું નથી. મોહની આધીનતાથી છુટવા ભગવાનની પરાધીનતા સ્વીકારવી જ પડશે.
ભગવાન કાંઈ તમને પરાધીન બનાવવા માંગતા નથી. બીજાની જેમ ભગવાન તમને પોતાનાવાડામાં કેદ કરવા માંગતા નથી, પણ વાસ્તવિક્તા એછેકે આવી પરાધીનતા વિના આપણો ઉદ્ધાર નથી. આને પરાધીનતા ન કહેવાય, પણ સમર્પણભાવ કહેવાય.
* હરિભદ્રસૂરિને ઘણા કહેતાઃ તમે નવા - નવા પ્રકરણો રચો છો, તેથી લોકો તમારા પ્રકરણો જ વાંચશે, આગમાં મૂકી દેશે.
મારા ગ્રંથોથી આગમો પરની રુચિ વધશે. આગમ-સાગરમાં પ્રવેશવાની આ તો નાવડીઓ છે. નાવડી સાગરથી વિરોધી શી રીતે હોઈ શકે?”
હરિભદ્રસૂરિના આવા જવાબો હતા.
* એક સાધુ જ આ જગતમાં એવો છે, જે સ્વયં દુર્ગતિથી બચી, બીજા પણ અનેકને બચાવે છે. તરવૈયો જેમ તરે અને તરાવે.
૨૧૪ ...
.. કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org