________________
સાત જન્મ સુધી સર્વવિરતિ મળી જાય તો અવશ્ય મરણને મોક્ષમાં બદલાવી શકીએ.
સંસારના સાગરમાં દેશવિરતિની નાવડી નહિ ચાલે, સર્વવિરતિનું સ્ટીમર જોઈશે. માત્ર વેષ નહિ, ભાવ સાધુપણું જોઈએ.
છકાયની રક્ષા સાથે આત્મા (શુભ અધ્યવસાયો) ની રક્ષા કરે તેને ભાવ સાધુપણું મળે.
અત્યારે શ્રાવકોની તત્ત્વરુચિ ઘટી ગયેલી દેખાય છે. આજથી ૬૦-૭૦ વર્ષ પહેલા કેવા તત્વજિજ્ઞાસુ શ્રાવકો હતા? આજે ક્યાં છે?
આજે તમે છુટ્ટીના કારણે મોટી સંખ્યામાં આવો .. પણ વાસ્તવમાં જિનવાણી શ્રવણનો રસ ખરો?
* આ તીર્થ ઉત્તમ બન્યું છે. એને હવા ખાવાનું સ્થાન નહિ બનાવતા. વાસક્ષેપ ન મળે તો કોઈ નારાજ નહિ થતા. ગુરૂમુખે ધર્મલાભ સાંભળ્યો. આશીર્વાદ મળી ગયા, કામ થઈ ગયું. મોટો ઘસારો થતો હોવાથી વાસક્ષેપ નાખી શક્તો નથી. ડૉ ની પણ ના
પંચવસ્તુક - માત્ર કષ્ટથી આત્મશુદ્ધિ થતી હોય તો બળદો, મજૂરો વગેરે ઘણા કષ્ટો સહે છે. એમાં આજ્ઞાપૂર્વકની આત્મશુદ્ધિનું લક્ષ્ય હોવું જોઈએ.
જો કરે મુનિ મારગ થાવે, બળદ થાયે તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો...”
ઉપા. યશો. ૩૫૦ગાથાનું સ્તવન અભિગ્રહો ઘારવાથી સત્વ વધે છે. સુધાદિ પરિષહો સહવાની શક્તિ આવે છે. અહંકાર, મોહ, મમત્વ આદિ દોષો ટળે છે.
આદિનાથજીને ૪૦૦ દિવસ સુધી ભિક્ષા ન મળી. ક્યા કારણે? આપણે હોઈએ તો ક્યારનોય ઈશારો કરી દઈએ ! એ તો ઠીક, ૪૦૦૦ – કચ્છ – મહાકચ્છિાદિ સહદીક્ષિતોએ પણ દીક્ષા પૂર્વે ભોજન વ્યવસ્થામાટે પૂછ્યું નથી. કેટલા સમર્પિત હશે?
સોનાને આગઆદિની પરીક્ષામાંથી પસાર થવું પડે છે, તેમસંયમીને પણ પરિષહોની આગમાંથી પસાર થવું પડે છે.
લોચ આદિ સ્વેચ્છાએ સહન કરવાની આદતના કારણે સહજ રીતે આવતા
કહે કલાપૂર્ણસૂરિ ....
•.. ૨૦૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only