________________
ભક્તિઃ હે આત્મન્ ! હવેથી હું તને કદી દુર્ગતિમાં નહિમોકલું આટલું નક્કી કરી લો. બીજા પર નહિ તો પોતાના આત્મા પરતો દયા કરો.
* દીક્ષા નથી મળી તેઓ ન મળ્યાનો અફસોસ કરે છે ને આપણે આળસ કરીએ તો?
સંચમ સફળ બનાવવા બે ચીજો સરળ છેઃ ભક્તિ અને જ્ઞાન! બીજા પરિષહ વગેરે તો આપણે સહન કરી શકીએ તેમ નથી. ભક્તિ વધે તેમ આનંદ વધે. ભક્તિનો સંબંધ આનંદ સાથે છે.
કોઈ મહાપુણ્યોદય જાગ્યોઃ આપણને ભક્તિ કરવાનું મન થયું નહિતો મન પણ ક્યાં થાય?
આપણે ભક્ત માટે ટાઈમ કાઢી શકીએ છીએ, પણ સ્વયં ભક્ત બનીને પરમાત્મા માટે સમય કાઢી શકતા નથી.
પ્રેમલક્ષણા ભક્તિનો અભ્યાસ કરવો હોય તો ઉપા. યશોવિ.ની ચોવીશી કંઠસ્થ કરો. ક્રમશઃ તમને એક પછી એક સોપાન મળતા જશે.
ભગવાન સાથેના પ્રેમમાં ક્યાંય જોખમ નથી. જીવો સાથે પ્રેમ કરવા જતાં રાગ આવી શકે. પ્રેમ ઘણો કપટી શબ્દ છે.
ભગવાન પર પ્રેમ એટલે ભગવાનના ગુણો (જ્ઞાનાદિ) પર પ્રેમ. કોઈ વ્યક્તિ પર નહિ. ગુરુ પર પ્રેમ એટલે ગુરુતત્વ પર પ્રેમ. કોઈ વ્યક્તિગત પ્રેમ નહિ.
પ્રભુ-ભક્તના મનમાં પણ આરોહ – અવરોહ થયા કરે છે. માટે જ તમને કોઈ સ્તવનોમાં પ્રભુનો ઉત્કટ પ્રેમ દેખાશે તો કોઈ સ્તવનોમાં પ્રભુનો ઉત્કટ વિરહદેખાશે.
શ્રદ્ધાવૃદ્ધિ માટે જ્ઞાન જરૂરી છે. સપ્તભંગી, નય, દ્રવ્ય-ગુણપર્યાયાદિનું જ્ઞાન શ્રદ્ધા વધારે. શ્રદ્ધા જ્ઞાન વધે તેમ ભક્તિ તાત્વિક બનતી જાય. ચારિત્ર ભળે તો તો વાત જ શી કરવી?
“સુમતિનાથ ગુણશું મિલીજી...” અહીં ભગવાનના ગુણો પર પ્રેમ અભિવ્યક્ત થયો છે. ઈષ્ટ વસ્તુ મળી જતાં મુખ મલકાઇ ઊઠે છે. ભક્ત માટે તો ભગવાન જ ઈષ્ટ વસ્તુ છે, બીજું કાંઈ જ નહિ.
પાણીમાં તેલ નાખો. એ પ્રસરી જશે, તેમ આપણા હૃદયમાં પ્રભુ-પ્રેમ પ્રસરી જવો જોઈએ.
••• ૨૦૫
કહે કલાપૂર્ણસૂરિ .. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org