SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ મને કદી યાદ નથી આવતું કે મેં કદી પ્રમાદ ર્યો હોય કે સમય નકામો બગાડ્યો હોય. મુક્તિના મુસાફર્ભે પ્રમાદ ન જ પરવડે. * સાધુ ગોચરીએ નીકળે ત્યારે દ્રવ્યાદિ અભિગ્રહ ધારણ કરીને નીકળે. અભિગ્રહ ધારણ કરવામાં પણ પ્રસન્નતા. એમની પ્રસન્નતાની સંસારીને ઈર્ષ્યા થાય. તમારી પ્રસન્નતા કોઈ ન જુએ તો કોણ તમારી પાસે આવશે? પ્રસન્નતા ચુંબકીય તત્ત્વ છે, જે અન્યને તમારી પાસે ખેંચે છે. આજના કાળમાં પણ સાધુ ચક્રવર્તીથી પણ ચડી જાય તેવી પ્રસન્નતાનો સ્વામી બને શકે છે. * સાધુ – સાધ્વી તીર્થના સેવક છે. એટલું જ નહિ તે સ્વયં પણ તીર્થરૂપ છે. એટલે તમને ભગવાન પણ પ્રણામ કરે એવા સ્થાને છો. તીર્થને તીર્થંકર પ્રણામ કરે છે : णमो तित्थस्स । * આ તીર્થના પ્રભાવથી જ પ્રલયકાળના મેઘ અટકી રહ્યા છે. આવા તીર્થની પ્રાપ્તિની કેટલી ખુમારી હોય? આમ્રભટ્ટ બહુ જ ઉદાર – કોઈ વિજય મેળવીને તે આવ્યો. રાજા કુમારપાળે તેને સોનૈયાનાથેલા ભરીને આપ્યા હીરાનો હાર પણ આપ્યો. બહારનીકળ્યા પછી યાચકોએ તેને ઘેરી લેતાં બધું જ દાનમાં આપી દીધું હીરાનો હાર પણ આપી દીધો. પાટણમાં ચોમેર પ્રશંસા થવા લાગી. ઈર્ષાળુઓએ કુમારપાળને કાન ભંભેરણી કરીઃ આપનાથી પણ વધુ પ્રશંસા આમ્રભટ્ટની થાય છે. દાન આપનું, પ્રસિદ્ધિ એની ! આ તો આપનું અપમાન કહેવાય. એનો આશય સમજી લો. અમાપ લોકપ્રિયતા દ્વારા રાજ્ય પડાવવાની આ પૂર્વભૂમિકા મહારાજા ગુસ્સે ભરાયા. બીજે દિવસે મહારાજાની નારાજગી આમ્રભટ્ટ જાણી ગયો. રાજાઃ “કેમ આટલું દાન?” આંબડઃ “આપ નહિ, એ દાન હું જ કરી શકું!” કેમ?” કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૯૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy