________________
અભય એટલે ચિત્તસ્વાધ્ય. મનનું ન લાગવું – અસ્તવ્યસ્ત રહેવું તે ભય. આ ફરિયાદ ભગવાન જ દૂર કરી શકે, ચિત્તની વિહ્વળતા ભયથી જ આવે, એમ સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાશે.
“ભય ચંચળતા હો જે પરિણામની રે..” – આનંદઘનજી.
ભય મોહનીય ચઉદિશિએ ચારેબાજુ ભય છે. નિર્ભય એક ભગવાનનો ભક્ત છે. પ્રસન્નતા અભયમાંથી જ જન્મે છે.
ચિત્ત અપ્રસન્ન બને, ત્યારે ભગવાનની ભક્તિ કરી જુઓ. પ્રસન્નતા રૂમઝૂમ કરતી આવશે.
ખૂન કે ચોરી કરનાર માણસ સ્વયમેવ ભયગ્રસ્ત હોય છે, રાત્રે ઊંઘ નથી આવતી એ ભયનો ઘણો મોટો કદ છે. પણ નાના કદના ભય, આપણા સોમાં છે જ.
ચિત્ત સ્વસ્થતા તે અભય, સ્વમાં રહેવું તે સ્વસ્થતા. સ્વ એટલે આત્મા. ભગવાન સ્વમાં રહેવાનું શીખવે છે. આત્મદેવ આપણી પાસે જ છે. આપણે પોતે જ છીએ.
રાજાના દર્શન દ્વારપાળ અટકાવે તેમ આત્માના દર્શન દર્શનાવરણીય અટકાવે છે. ભગવાન કહે છે. તમારા આત્મદેવના દર્શન કરો. એ માટે ભગવાન સ્વયં તમને આંખ આપે છે. ભગવાન ચક્ષતા છે. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન”
–આનંદઘનજી.
કહે કલાપૂર્ણસૂરિ .....
••. ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org