________________
હિંસા...!
જેના હૃદયમાં પ્રભુ હોય તેને પ્રમાદ હોય ? પ્રમાદ નહિ, પ્રમોદ (આનંદ) હોય. પ્રભુ-ભક્તિ આવતાં જ પ્રમાદ પ્રમોદમાં પલટાઈ જાય.
,
મદ્રાસમાં મોટા મોટા ડૉક્ટરોનો ભેટો થયેલો છે. તેમનામાં ભગવાનની ભક્તિ જોવા મળી. તેઓ કહેતા : ‘“હમ તો નિમિત્ત હૈ । ભગવાન જશે તો સચ્છા હોવા । ईश्वर की प्रेरणा से हुआ । ईश्वर ने किया । हम कौन ? हम सिर्फ निमित्त है ।" આવા ઉદ્ગારો સંભળાય. આપણે હોઈએ તો શું કહીએ ? કહેવા ખાતર ‘દેવ-ગુરુપસાય’ કહીએ, પણ અંદર અભિમાન પડેલું જ હોય...
* પડિલેહણ – વિધિ જેમ અત્યારે કરીએ છીએ તેમ અહીં પંચવસ્તુકમાં બતાવી
છે.
પડિલેહણ આદિ આપણે બહુ જલ્દી કરીએ છીએ.
આપણને જલ્દીની પડી છે. જ્ઞાનીઓને જીવોની પડી છે. પડિલેહણ જલ્દી કરવાથી મોક્ષ–માર્ગ ધીમે પહોંચાય, ધીમે કરવાથી જલ્દી પહોંચાય. આમાં ટાઈમ બગડતો નથી, સફળ થાય છે. સ્વાધ્યાય કરીને આખરે શું કરવાનું છે ? ‘જ્ઞાનસ્ય પતં વિરતિઃ’
ભક્તિ
:
પડિલેહણ પણ આજ્ઞારૂપ એક ભક્તિ જ છે.
* પ્રભુ પ્રત્યે પ્રેમ એટલે તેમના ગુણો પ્રત્યે પ્રેમ, પ્રભુના ગુણો અનંત છે, અનંતાનંત છે. એકેક પ્રદેશમાં ઠાંસીને ભરેલા છે ગુણો..!
એ જ ગુણો આપણામાં પણ છે. અનંત ખજાનો પાસે હોવા છતાં આપણે ઘોરી રહ્યા છીએ, પ્રમાદમાં છીએ. ભગવાન કહે છે ઃ જરા તો જાગીને જુઓ ! અનંતનો ખજાનો તમારી પાસે જ છે. તમે ઈન્દ્રિયસુખમાં મૂઢ થઈને પડ્યા રહો તે મોહને ખૂબ જ ગમે છે. કારણકે જો તમારી મૂઢતા ચાલી જાય તો મોહની પક્કડ છૂટી જાય, અનંતની ભાળ તમને મળી જાય.
મોહની આધીનતાથી કર્મ બંધાય.
ભગવાનની આધીનતાથી કર્મ તૂટે.
પ્રભુ જ મોહની જાળમાંથી આપણને છોડાવી શકે. પુદ્ગલના પ્રેમથી છૂટવા પ્રભુનો પ્રેમ જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૧૬૫
www.jainelibrary.org