________________
આ પદાર્થ કેવળજ્ઞાનનું ધ્યાન કરતી વખતે ખૂબ જ સહાયક બને તેમ છે.
સં. ૨૦૨૮માં લાકડીઆ ચાતુર્માસમાં ઓરડીમાં હું લખતો હતો. અચાનક જ પ્રકાશ રેલાયો. જોયું તો ખુલ્લી નાની બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવ્યો હતો : વાદળ હટવાથી. ક્ષયોપશમની બારી ખુલે તો જ્ઞાનનું અજવાળું રેલાય.
સમુદ્દાતના ૪થા સમયે કેવળી સર્વલોકવ્યાપી બને ત્યારે એમના આત્મપ્રદેશો આપણને પણ સ્પર્શે છે. પ્રભુ જાણે સામેથી મળવા આવે છે. દર છ મહિને આ રીતે પ્રભુ આપણને મળવા આવે જ છે. આપણે પ્રભુને ક્યારે મળીએ છીએ ?
સકલ જીવરાશિના પ્રેમથી જે કેવળી બન્યા તે છેલ્લે છેલ્લે આ રીતે મળવા આવે જ ને ? હવે તો મોક્ષમાં જવાનું છે. પછી ક્યારે મળવાના ? કેવળી ભલે કર્મક્ષય માટે કરતા હોય, પણ એણાં આપણુંય કલ્યાણ ખરું ને ! પ્રધાનમંત્રી ભલે ગમે તે કારણે તમારા ગામમાં આવે પણ તમારા ગામના રસ્તા વગેરે તો વ્યવસ્થિત થઈ જાય ને ?
કહે કલાપૂર્ણસૂરિ .
Jain Education International
For Private & Personal Use Only
... ૧૫૯
www.jainelibrary.org