________________
થાય છે.
* દોષ આપણો છે, પણ આપણે દોષનો ટોપલો પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પર ઢોળી દીધો. કેટલારહસ્યભર્યા પવિત્ર સૂત્રો છે આબધા! યોગગ્રંથો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. યોગગ્રંથો વાંચવાથી આપણને એ ક્રિયા વગેરે પર ખૂબ જ આદર વધશે.
* તીર્થકર-ગળધર-પ્રસાતાર્ ઉષ યોઃ મૃતતું
કોઈપણ અનુષ્ઠાનના અંતે આપણે આમ કહીએ છીએ. સિદ્ધયોગીઓના સ્મરણથી પણ અનુષ્ઠાન સિદ્ધ થાય છે.
* એક વખત પણ કોઈ યોગમાં સ્થિરતા આવી, સ્થિરતાજન્ય આનંદ આવ્યો તો એ અનુષ્ઠાન તમે કદી નહિ ભૂલો. એ આનંદને વારંવાર મેળવવા વારંવાર લલચાશો.
નવકારએમને એમ બોલો અને જાપ કરીને બોલો. બન્નેમાં ફરક પડશે. જીવનમાં ઉતારીને નીકળતો શબ્દ અસરકારક હોય છે.
* પરિષહ બે પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ.
અનુકૂળ ઉપસર્ગ ખતરનાક છે. કારણ કે અનુકૂળતા આપણને ખૂબ જ ગમે છે. અનુકૂળતા એ ઉપસર્ગ છે, એવો કદી વિચાર જ નથી આવતો. મહાપુરુષો સામેથી પ્રતિકૂળતા ઊભી કરતા જ્યારે આપણે નિરંતર અનુકૂળતાની શોધમાં છીએ. પૂર્વમહર્ષિઓ દવા કે ઈલાજ નહોતા કરાવતા... કારણ કે પ્રતિકૂળતા જ એમને ઈષ્ટ હતી.
મદ્રાસની માંદગીમાં એવી સ્થિતિ હતી કે બધું જ ભૂલાઈ ગયેલું. પ્રતિક્રમણ વગેરે તો બીજા જ કરાવે. પણ મુહપત્તીના બોલ સુદ્ધાં ભૂલાઈ ગયેલા. એ પણ બીજા બોલતા. પણ ભગવાને મને ફરીથી તૈયાર કરી દીધો.
શી રીતે ભૂલાય એ ભગવાનને?
અત્યારે હું વાચના, તમારા માટેનહિ, મારા માટે આપું . મારું પાકુંચડે ભવાંતરમાં મારે આ બધું સાથે લઈ જવું છે.
* સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન -આ પાંચેય યોગો ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ -એમ ૪-૪ પ્રકારે છે.
ઈચ્છા તેવા યોગીઓની વાતોમાં પ્રેમ.
કહે કલાપૂર્ણસૂરિ ..
*
,
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org