________________
ચાર પ્રકારના ભગવાન છેઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । द्रव्यजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।।
- ચૈત્યવંદન ભાષ્ય. આ ચારેય રૂપે ભગવાન સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં વ્યાપક છે. અહીં પણ છે. ત્યાં પણ છે. અત્ર-તત્ર સર્વત્ર છે. માત્ર જોવાની આંખ જોઈએ, શ્રદ્ધાની આંખ – જોઈએ.
શ્રદ્ધાની આંખ વિના મૂર્તિમાં તો શું, સાક્ષાત્ ભાવ ભગવાનમાં પણ ભગવાન નૈહિ દેખાય.
* મદ્રાસ ગયા ત્યારે (વિ. સં. ૨૦૪૯) પાણી માટેની લાઈનો જોઈ. પાણીની ખૂબ જ તંગી. શાહુકાર પેટમાં ૧૭ લાખનો રોજનો પાણીનો વ્યાપાર! પાણીનું મૂલ્ય ત્યારે સમજાય.
પાણી ત્રણ કામ કરે દાહ શમાવે, ૨) મલિનતા દૂર કરે. ૩) તરસ છીપાવે. તેમ ભગવાનનું નામ પણ ત્રણ કામ કરે. ૧) કષાયનો દાહ, ૨) કર્મની મલિનતા અને ૩) તૃષ્ણાની તરસ મિટાવે.
પાણીનું એક નામ છે: “નીવન’ | પાણી વિના આપણને ચાલે? પાણી વિના ન ચાલે તો ભગવાન વિના શી રીતે ચાલે?
૪ નિક્ષેપામાં ભવ્ય જીવોને ખૂબ જ ઉપકારક બે છે: નામ અને સ્થાપના! ભાવ જિનની નહિ, તમે નામ અને સ્થાપનાની જ ઉપાસના કરી શકો છો. એક યુગમાં ૨૪ જ ભાવ ભગવાને છે. બાકીના કાળમાં નામ અને સ્થાપના જ ઉપકાર કરે છે.
જેઓ ભાવને જ આગળ કરીને નામ - સ્થાપનાને ગૌણ ગણે છે, તેઓ હજુ વસ્તુ તત્ત્વ સમજ્યા જ નથી.
ભાવ ભગવાન સામે હોવા છતાં જમાલિ, ગોશાળા, વગેરે તર્યા નથી. કારણ હૃદયમાં ભાવ પેદા ક્યું નથી. ભાવ વંદકે પેદા કરવાનો છે. એ વિના સાક્ષાત્ ભગવાન પણ તારી શકે નહિ. ભાવ પ્રગટે તો નામ કે સ્થાપના પણ તારી શકે.
પ્રભુ સાથે એક્તા ક્ય વિના સમકિત પણ ન મળે તો ચારિત્રતો મળે જ ક્યાંથી?
પંચવસ્તુકઃ પ્રતિવાદીને જવાબ આપતાં હરિભદ્રસૂરિજી કહે છેઃ સાધુને ઘરબારની જરૂર નથી. નિશ્ચયથી એનો વસવાટ આત્મામાં છે. આથી એવી સમતા પેદા થયેલી હોય છે કે કોઈપણ આવાસ દ્વારા ચલાવી શકે. કેટલીકવાર અમે બસ સ્ટેશન પર પણ રહેલા છીએ. કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
... ૧૪૭ www.jainelibrary.org