________________
કોઈમર્યાદા નથી. એને કોઈ સીમાડા નથી. સ્વયંભૂરમણ સમુદ્રનો છેડો છે, પણ આત્મિક સુખનો કોઈ છેડો જ નથી.
તેજોલેશ્યા એટલે સુખાસિકા...! મતિયા” ના પાઠમાં માર્ગનો અર્થ સુખાસિકા ર્યો છે. સુખાસિકા એટલે સુખડી ! આત્મા જેનો આસ્વાદ મેળવી શકે તે સુખાસિકા...! અધ્યવસાયોની નિર્મળતાથી આવી સુખાસિકાનો આસ્વાદ મળે છે.
બીજા સુખો સંયોગોથી મળે, ઈચ્છાથી મળે. આ સુખ સંયોગો વિના, ઈચ્છા વિના મળે અરે, મોક્ષની ઈચ્છા પણ જતી રહે. મોક્ષોડસ્તુ વા માડતું - હેમચન્દ્રસૂરિ.
મોક્ષનું સુખ અહીં જ મળે છે. માટે હવે તેની (મોક્ષની) પરવા નથી.” ભક્તિની આ ખુમારી છે. અથવા તો કહો કે આત્મવિશ્વાસ છે મોક્ષ મળશે જ. હવે શાની ચિંતા...?
આવા સુખી સાધુને પાપનો ઉદય માનવો તે બુદ્ધિનું દેવાળું નથી...? પાપના ઉદયથી ગૃહસ્થપણું મળેલું છે. ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિ અશુભ કે શુભ?
મુક્તિનું સુખ પરોક્ષ છે. જીવન્મુક્તિનું સુખ પ્રત્યક્ષ છે. મુક્તિનું સુખ જેને જોઇતું હોય, જીવન્મુક્તિનું સુખ અનુભવવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. તે માટે પ્રભુ - ભક્તિ પરમ આવશ્યક છે.
અધ્યાત્મસાર : ભકત तस्मिन् परमात्मनि परमप्रेमरूपा भक्तिः। नारदीय भक्तिसूत्र જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. તેનાથી જ તે અજીવથી જુદો પડે છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં પ્રેમ પણ હોવાનો જ. પ્રેમ પ્રતીક છે. જ્ઞાન સ્વરૂપ છે. ચેતન બીજા ચેતન સાથે પ્રેમ કરે, પણ અજ્ઞાની જીવ શરીર સાથે કરી બેસે છે. શરીર પુદ્ગલ છે. જે પ્રેમ પ્રભુ સાથે કરવાનો હતો, તે પુદ્ગલ સાથે થઈ ગયો. સાવ જ ઉછું થઈ ગયું “જીવે કીધો રંગ, પુગલે કીધો સંગ...!” પતી ગયું આત્મા ખરડાઈ ગયો.
જીવ પ્રેમ - રહિત કદી બની શકે નહિ. એ પ્રેમ ક્યાંક તો હોવાનો જ.
રખે માનતાઃ વીતરાગ પ્રેમરહિત બની ગયા છે. પ્રભુનો પ્રેમ તો ક્ષાયિકભાવનો બની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. પરમ વાત્સલ્ય અને પરમ કરૂણાથી તે ઓળખાય છે.
સમ્યગ્દષ્ટિના લક્ષણમાં આ પ્રેમ જ અભિવ્યક્ત થયો છે. શમ, કરૂણા, અનુકંપા કહે કલાપૂર્ણસૂરિ ..
• ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org