________________
અધ્યાત્મસાર ઃ આંકન પાણી પીઓ તો તો શીતલતા મળે જ, પાણીના સરોવર પાસે માત્ર બેસો તો પણ શીતલતા મળે. તેમ ભગવાનના સાન્નિધ્ય માત્રથી ઈન્દ્રભૂતિ ગૌતમના અહંકારદિના તાપ ટળી ગયા.
અહીં તમને તાપનો અનુભવ થાય છે કે શીતળતાનો? ભગવાન સાથે સામીપ્ય અનુભવવાથી આપણે આત્મિક સુખની શીતળતા અનુભવી શકીએ; આ કાળમાં પણ. માટે જ યશો વિ. કહે છેઃ મ
િવતિ થાય છે ભક્તિની જો ઘારણા દઢતાપૂર્વક કરીએ તો ભવાંતરમાં પણ એ સાથે ચાલે. ધારણાનો કાળ અસંખ્યાત વર્ષ કહ્યો છે. વજનાભ ચક્રવર્તીના ભવમાં દીક્ષા લઈને આદિનાથનો જીવ અનુત્તરમાં ગયો. પછી તીર્થકર રૂપે અવતર્યો. ત્યાં ભણાયેલા ૧૪ પૂર્વનું જ્ઞાન સાથે ચાલ્યું. આ ધારણા છે. (અષ્ટાંગ યોગમાં “ધારણા છઠો યોગ છે.)
જ્યારે જ્યારે અરતિ થાય ત્યારે આત્મનિરીક્ષણ કરવું. શાના કારણે મને આ થાય છે? રાગથી દ્વેષથી કે મોહથી?
જે દોષ દેખાતો હોય, તેના નિવારણનો ઉપાય વિચારવો.
ત્રણેય દોષોની એક જ દવા બતાવું? પ્રભુની ભક્તિ...! ભક્તિના પ્રભાવે ત્રણે ત્રણ દોષો જાય. ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ! સંપૂર્ણ સમર્પણ...!
વિનય સર્વગુણોનો જનક કહેવાયો છે. ભક્તિ પરમ વિનયરૂપ છે.
પ્રભુ પ્રત્યે આપણને વ્યક્તિરાગ નથી, ગુણોનો રાગ છે. ધીરે-ધીરે આપણને પ્રભુના ગુણો પ્રત્યે ગાઢ રાગ થતો જાય છે. - ભક્તિની ધારણા ખૂબ જ દઢ બનાવો.
- ૧૦૬ -
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org