________________
* શ્રાવકધર્મ, સાધુધર્મનો પૂર્વાભ્યારા છે. શ્રાવક ધર્મનું પાલન કરતો કરતો હું સાધુ ધર્મને યોગ્ય બનું, એવી શ્રાવકની ભાવના હોય.
મંગળ, ૧૦-૮-૯૯, અષા. વદ-૧૪.
* સંસારનું ચક્ર ચાલુ રહે છે – પ્રભુની આજ્ઞાના વિરાધનથી. સંસારનું ચક્ર અટકે છે – પ્રભુની આજ્ઞાના આરાધનથી.
આશ્રવ સંસારનો, સંવર મુક્તિનો માર્ગ છે.
આ ભગવાનની આજ્ઞા છે. નિઃશંક બનીને પ્રભુની આ આજ્ઞા પાલન કરનાર અવશ્ય સંસાર તરી જાય છે.
* ચિત્તમાં સંકલેશ હોય ત્યાં સુધી સ્થિરતા નથી આવતી. સ્થિરતા ન આવવાના કારણે પ્રભુમાં મન લાગતું નથી.
હિંસાદિના કારણે ગૃહસ્થોનું મન સંકિલષ્ટ રહે છે માટે જ સંયમનું સંપૂર્ણ પાલન થઈ શકતું નથી. જો થઈ શકતું હોત તો તીર્થંકરો કે ચક્રવર્તીઓ સંસારનો ત્યાગ કરત
નહિ.
આત્માના અનંત ખજાનાથી વંચિત રાખવાં જ મોહરાજાએ તમને એકાદ લાખ કે ક્રોડની લાલચ આપી છે.
૧૨૬
હિંસાથી ચિત્ત કલુષિત થાય. અહિંસાથી નિર્મળ થાય,
હિંસા એટલે પર – પીડન !
પ્રમાદ પણ હિંસા... ખાસ કરીને સાધુ માટે.
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org