________________
રીઝર્વ બેંકની સહી પછી જ ‘રૂપિયો’ કહેવાય. તેમ દીક્ષા-વિધિ પછી ‘સાધુ’ કહેવાય. તેના કાર્યથી, તેની પરિણતિથી તેના પરિણામ જાણી શકાય. તેને સ્વયં ને થાય : ‘‘હું હવે વિધિપૂર્વક સાધુ થયો છું. મારાથી હવે અકાર્ય ન જ થાય.’’
આ બધું તો પ્રત્યક્ષ જોવા મળે છે.
આથી જ નૂતનદીક્ષિતને તે જ વખતે સમસ્ત સંઘ વંદન કરે છે; કદાચ ભાવથી પરિણામ ન જાગ્યા હોય તો પણ.
વ્યવહાર – માર્ગ આ રીતે જ ચાલે.
આ વંદનથી, વંદન લેનારની પણ જવાબદારી વધી જાય : આ બધા જ મને વંદન કરે છે, તો હવે મારે તેને અનુરૂપ જીવન જીવવું જોઈએ.
ભરત વગેરેના ઉદાહરણો અહીં ન લેવાય. એ કાદાચિત્ક છે, રાજમાર્ગ નથી. એમ તો કોઈકને ઘરમાં જ કેવળજ્ઞાન થાય, કોઈને અન્યલિંગે પણ થઈ જાય તો તેનું અનુકરણ ન થાય. કોઈકને લોટરી લાગી ને તે કરોડપતિ બની ગયો, પણ તેવી આશાથી બીજો કોઈ બેસી રહે તો...?
પ્રશ્ન ઃ ચંડુરુદ્રાચાર્યના શિષ્યને વિધિ ક્યાં હતી ?
ઉત્તર ઃ તમે ક્યાં સંપૂર્ણ વાત જાણો છો ? સંભવ છે ઃ ચપટી જેટલા વાળ બાકી રાખ્યા હોય ને પછી વિધિ વખતે તેનો લોચ કર્યો હોય. વિધિ વિનાની દીક્ષા હોય તો કેવળજ્ઞાન થાય?
શ્રાવકો પણ લોચ કરાવે. લોચ કરાવ્યા પછી પણ તે ઘેર જઈ શકતો હતો, પણ તે ઘેર ન ગયો, દીક્ષા માટે જ આગ્રહ રાખીને રહ્યો. આ તેની ઉત્તમતા જાણીને જ આચાર્યે દીક્ષા આપી.
યોગ્યતામાં તો ગુરુથી પણ ચડી ગયા. ગુરુથી પણ પહેલા કેવળજ્ઞાન મેળવી લીધું. જો તમે જિનમતને ઈચ્છતા હો તો વ્યવહાર - નિશ્ચય બન્નેમાં એકેયનો ત્યાગ નહિ કરતા.
વ્યવહારથી શુભ પરિણામ જાગે, જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમ થાય. ચૈત્યવંદનાદિ વિધિ ચારિત્રના પરિણામ પેદા કરનારી છે.
વિધિ દ્વારા જ ‘હું સાધુ થયો છું’ એવા ભાવ જાગે.
વ્યવહારના પાલનથી ભાવ – જે નિશ્ચય રૂપ છે, ઉત્પન્ન થાય છે. ભગવાનની ભક્તિ કરતાં કરતાં જ વિરતિના પરિણામો વધે છે, તે અનુભવસિદ્ધ છે. * પ્રભુને જોઈ જોઈ જેમ – જેમ પ્રસન્નતા વધે તેમ તેમ તમે માનજો : સાધનાના સાચા માર્ગે છું. ભક્તિજન્ય પ્રસન્નતા કદી મલિન ન હોય.
–
હું
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૭
www.jainelibrary.org