________________
આમ જોઈએ તો ત્રણેમાં ત્રણ ત્રણ પણ ઘટે. દાનથી નિર્મળતા, શીલથી સ્થિરતા, તપથી તન્મયતા.
ભાવથી ત્રણેયની એકતા. પ્રશ્નઃ આ સમાપત્તિ સમ્યક્ત્વ પહેલા હોય કે પછી? ઉત્તરઃ જેટલા “કરણ” અંતવાળા શબ્દો (અપૂર્વકરણ, યથાપ્રવૃત્તિ કરણ વગેરે) છે, તે બધા જ સમાધિવાચક છે.
કરણ એટલે – “નિર્વિકલ્પ સમાધિ...!” - ધ્યાનવિચાર ગ્રંથ વાંચ્યા પછી લાગ્યું કે બધી જ ધ્યાન પદ્ધતિઓ આમાં સમાયેલી છે.
૪ લાખ, ૬૮ હજારથી વધારે ધ્યાનના ભેદો તેમાં બતાવેલા છે. તમે કોઈએ વાંચ્યો છે કે નહિ? તે ખબર નથી, પણ વાંચવા જેવો છે, એમ જરૂર કહીશ.
અભવ્ય જીવ પણ અનંતીવાર યથાપ્રવૃત્તિકરણ કરે. યથાપ્રવૃત્તિકરણ એટલે અવ્યક્ત સમાધિ” – એમ હરિભદ્રસૂરિજી કહે છે. ચરમ યથાપ્રવૃત્તિકરણ ચરમાવર્ત કાળમાં જ આવે.
કાળ પણ પૂરક છે. અચરમ કાળ ન હોય તો ચરમ કાળ શી રીતે આવત?
અભવ્ય જીવને પણ વિષય સમાપત્તિ થાય, ભાવસમાપત્તિ ન થાય. વિષય સમાપત્તિ વિના એકાગ્રતા ન આવે.
હરિભદ્રસૂરિજીએ ૪થી દૃષ્ટિમાં સમાપત્તિનું વર્ણન ક્યું છે.
* આત્મશુદ્ધિ રોકનાર કર્મપ્રકૃતિ છે. એને હટાવો તો આત્મશુદ્ધિ પાસે જ છે. કર્મગ્રંથ ભણતાં કર્મપ્રકૃતિઓ ગણીએ છીએ, પણ હટાવતા નથી. કર્મપ્રકૃતિઓ માત્ર ગણવાની નથી, હટાવવાની પણ છે.
આપણે ક્રોધ - માન – માયા આદિને અકબંધ રાખીને કર્મ – પ્રકૃતિઓ માત્ર ગણ્યા કરીએ છીએ!
દયાન વિના સમાપત્તિ ન થાય. સમાપત્તિ ધ્યાનનું ફળ છે. પ્રશ્નઃ મરુદેવીને સમાપતિ શી રીતે આવીતિર્યંચાદિ પણ સભ્યત્વ પામે છે, તેમને સમાપત્તિ ક્યાંથી આવી?
ઉત્તરઃ કરણોની પ્રાપ્તિ બે રીતે થાયઃ જ્ઞાનપૂર્વક અને સહજતાથી. કરણ અને ભવન. થઈ જાય તે ભવન. કરવું પડે તે કરણ. નિત્થામવા નિસર્ગથી થાય તે ભવન. અધિગમનથી થાય તે કરણ.
કરણમાં પ્રયત્ન છે. ભવનમાં સહજતા છે.
કહે કલાપૂર્ણસૂરિ .......
... ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org