SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્ર તો ઠીક, વિમાનના માલિક બનવું હોય તોય સભ્યત્વ જોઈએ. તામલિપૂરણ વગેરે તાપસ ઈન્દ્ર બન્યા, પણ અગાઉના ભવમાં છેલ્લે છેલ્લે સ ત્વ પામી ગયા હતા. - આચાર્ય ભગવંતની વાપરેલી કામળી મળે તો કેટલો આનંદ થાય? આ કામળી આચાર્ય ભગવંત ઓઢતા હતા, એમ ગૌરવ લઈએ. આચારિત્રમાટે ગૌરવનહિ? આચારિત્ર અનંતા તીર્થકરો, ગણધરો, યુગપ્રધાનો દ્વારા સેવાયેલું છે. કેટલું ગૌરવ હોવું જોઈએ? * ગુણોસ્વાભિમાની છે. વગરબોલાવ્યું પણદોષો આવી જશે. ગુણો બોલાવો તો જ આવશે. આવ્યા પછી પણ જરાક સ્વમાન ઘવાતાં ભાગી જશે. ગુણો માટે તીવ્ર ઝંખના જોઈએ. એમને વારંવાર બોલાવવા પડે. મોઘેરા મહેમાનને વારંવાર બોલાવવા પડે છે ને? માટે હે પુણ્યવાન્ ! અગણિત ગુણોની ખાણ ચારિત્ર પામીને તું પ્રમાદ કરતો નહિ. આચાર્યભગવંત આ રીતે નૂતન દીક્ષિતને હિત શિક્ષા આપે. અધ્યાત્મસાર: “મવિત્તિ થાર્યો..” ગુણોની પ્રાપ્તિ અને સુરક્ષા ભગવાનના પ્રભાવથી જ થાય છે. ભગવાનની સંપૂર્ણ આજ્ઞા ગૃહસ્થાવસ્થામાં પળાતી નથી. હિંસા સતત ચાલુ રહે છે. આથી ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. માટે જ ચારિત્ર જરૂરી છે. પ્રભુના ૪ નિપા એટલે પ્રભુના ૪ સ્વરૂપ! પ્રભુના નામ - મૂર્તિ - દ્રવ્ય વગેરે તેમના જ રૂપો છે. આગમ, તીર્થ, વગેરે પણ પ્રભુના જ રૂપો છે. ચતુર્વિધ સંઘદ્રવ્યતીર્થ છે- ભાવિ તીર્થકરોમાંથી થાય છે. જિનાગમભાવતીર્થ છે. – જિનાગમ એટલે જિનાગમ પ્રમાણે જીવાતું જીવન!કાગળ પર લખાયેલ શબ્દો કે બોલાયેલા આગમના શબ્દો એ તો દ્રવ્ય આગમ છે. ' ૧૧ ગણધરોને દ્વાદશાંગી બનાવવાની શક્તિ આપનારકોણ? જેઓ મિથ્યાત્વી - અભિમાની હતા, તેમને નમ્ર બનાવી, તીર્થના વારસદાર કોણે બનાવ્યા? ભગવાને ૧૧૦ .. ....... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy