________________
ચારિત્ર પણ વિચિત્ર બનશે.
૪ તીર્થકરની અષ્ટપ્રાતિહાર્ય – સમવસરણાદિ ઋદ્ધિ જલસા કરવા માટે નથી. એ તો એ જ પચાવી શખે. આપણે તો થોડું માન મળતાં કુદવા લાગીએ...! જ્યારે તીર્થકર ભગવાન એ ઋદ્ધિ દ્વારા પણ પુણ્ય ખપાવે છે. અંતર તદ્દન અલિપ્ત છે.
* રત્નાકર સૂરિએઠવણીમાં રત્નો રાખેલા. અપરિગ્રહનો ઉપદેશ આપતાં શેઠે પૂછ્યું સાહેબ! બરાબર નથી સમજાતું આત્મનિરીક્ષણ કરતાં પોતાની ભૂલ સમજાઈ, પરિગ્રહ– દોષનો ખ્યાલ આવ્યો. પરિગ્રહ ત્યજી શુદ્ધ સાધુ બન્યા. પછી “શ્રેયઃ શ્રિયાં મંગલકેલિસ......” સ્વદુષ્કત ગહરૂપ સ્તુતિ બનાવી. જે આજે અણમોલ ગણાય છે. “મંદિર છો મુક્તિતણી.” તેનો ગુજરાતી અનુવાદ છે.
* મોહનીયની સાત પ્રકૃતિ જાય... કે ક્ષયોપશમ થાય... ત્યારે જ આત્માનું રૂપ દેખાય છે. એમાં પણ ભગવાનની કૃપા જોઈએ.
ભગવાનની ભક્તિ આત્માની શક્તિને જાણવા માટે છે. નાનપણથી બકરાના ટોળામાં રહેલો સિંહ પોતાનું સિંહત્વ ભૂલી જાય તેમ આપણે પણ આપણી અંદર રહેલું પરમાત્મત્વ ભૂલી ગયા છીએ.
* ઓસિયામાં સિદ્ધચક્ર પૂજનનો ખૂબ જ પ્રાચીન તાંબાનો પટ્ટ છે. સિદ્ધચક્ર પૂજન પ્રાચીનકાળથી ચાલે છે. કોણે કહ્યું એ નવું છે? અમે ઓસિયા ગયેલા ત્યારે પ્રદક્ષિણા વખતે મેં સિદ્ધચક્રનું અર્ધ માંડલું જોયું. મેં ટ્રસ્ટીઓને કહ્યું બીજો અર્ધો ભાગ પણ હોવો જ જોઈએ. શોધતાં મળ્યો. જોડ્યો. માંડલું તૈયાર થઈ ગયું. પછી ફલોદીમાં (વિ. સં. ૨૦૩૫) સિદ્ધચક્રપૂજન વખતે એ જ તાંબાનો પટ્ટ મંગાવેલો. માંડલાની જરૂર નહોતી પડી.
સિદ્ધચક્રપૂજન ભણાવવા ત્યારે હિંમતભાઈ આવેલા.
કહે કલાપૂર્ણસૂરિ ......
••• ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org