SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતની વાત ન આવે તે કલાપૂર્ણસૂરિનું પ્રવચન નહિ, એમ કહીએ તો પણ ખોટું નથી. માટે જ અત્યારે પૂજ્યશ્રી, જૈન-જગતમાં ભકિતનો પર્યાય તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. - પૂજ્યશ્રીનો પ્રભુ-પ્રેમ જોતાં આપણને નરસિંહ મહેતાની પેલી પંકિત યાદ આવી જાયઃ પ્રેમ-રસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે..” ગમે તેટલી તત્વોની વાત આવે તો પણ છેલ્લે ભગવાન કે ભગવાનની ભકિતની વાત પૂજ્યશ્રીના પ્રવચનમાં આવી જ જાય. વાચનાની આ પ્રસાદી વાચનારના હદયમાં પ્રસન્નતાનો પમરાટ ફેલાવે, પ્રભુનો પ્રેમ પ્રગટાવે તેવી અપેક્ષા છે. કેટલેક સ્થળે ભક્તિ આદિ વાતોની પુનરુકિત થયેલી પણ જણાશે. અહીં પ્રશમરતિમાની પૂજ્યશ્રી ઉમાસ્વાતિનીવાત યાદ કરી લેવીઃ વૈરાગ્ય, ભકિત આદિની વાત પુનઃ પુનઃ કરવાથી, સાંભળવાથી અને સમજવાથીજ તે અંતરમાં ભાવિત થાય છે. માટેવૈરાગ્યાદિમાં પુનરુક્તિદોષનથી. यद्वद् विषघातार्थ मन्त्रपदेन पुनरुक्तदोषोऽस्ति। तद्वद् रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम्॥ -પ્રશત્તિ-૨૩ કેટલેક સ્થળે પૂજ્યશ્રીનો આશયને સામે રાખી અમે અમારી ભાષામાં પણ 3 આલેખન કર્યું છે. પૂજ્યશ્રીના આશય-વિરુદ્ધ કાંઈ પણ આલેખાયું હોય તે બદલ હાદિ મિચ્છામિ દુક્કડં. - ગણિમુશ્ચિચન્દ્રવિજય - ગણિ મુલચન્દ્ર વિજય Tsonal Usery www Jain Education Internal For Private
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy