________________
પ્રસ્તાવના
૩૭ ચાલવા લાગી, આવી ચર્ચાઓના પરિણામે જલ્પ અને વિતંડા રૂપ કથા ચલાવવી પણ પ્રતિષ્ઠાદાયી સમજાવા લાગ્યું, આ પ્રકારની કથાછલ, જાતિ આદિના અસત્ય દાવપેચો પર જ નિર્ભર રહેતી. જેન તાર્કિક સામ્પ્રદાયિકતાથી મુક્ત તો ન હતા, તેમ છતાં તેમની પરંપરાગત અહિંસા તેમજ તેમની વીતરાગત્વની પ્રકૃતિએ તેમને તે અસંગતિનું ભાન કરાવ્યું, તેનાથી પ્રેરાઈને તેમણે પોતાના તર્કશાસ્ત્રમાં કથાનું કેવળ એક વાદાત્મક રૂપ જે સ્થિર કર્યું જે વાદાત્મક કથામાં છલ આદિ કોઈ પણ ચાલબાજીનો પ્રયોગ વર્ષ છે અને જે એકમાત્ર તત્ત્વજિજ્ઞાસાની દૃષ્ટિએ જ ચલાવવામાં આવે છે. અહિંસાની આત્મત્તિક સમર્થક જૈન પરંપરાની જેમ બૌદ્ધ પરંપરા પણ રહી છે, તેમ છતાં છલ આદિના પ્રયોગોમાં હિંસા દેખીને તેમને નિંદ્ય ઠરાવવાનો તથા એક માત્ર વાદકથાને જ પ્રતિષ્ઠિત બનાવવાનો માર્ગ તો જૈન તાર્કિકોએ જ પ્રશસ્ત કર્યો. આ વસ્તુ તરફ તત્ત્વચિન્તકોનું ધ્યાન જવું જરૂરી છે.'
૯. નિગ્રહસ્થાન યા જય-પરાજયવ્યવસ્થા – વૈદિક અને બૌદ્ધ પરંપરાના સંઘર્ષ નિગ્રહસ્થાનના સ્વરૂપના વિષયમાં વિકાસ સૂચક ઘણી જ ભારે પ્રગતિ સિદ્ધ કરી હતી, તો પણ આ ક્ષેત્રમાં જૈન તાર્કિકોએ પ્રવેશ કરતાં જ એક નવી વાત સૂઝાડી જે ન્યાયવિકાસના સમગ્ર ઇતિહાસમાં અત્યંત મહત્ત્વની અને અત્યાર સુધીમાં સૌથી અન્તિમ છે. તે વાત છે જય-પરાજયવ્યવસ્થાનું નવું નિર્માણ કરવાની. આ નવું નિર્માણ સત્ય અને અહિંસા બન્ને તત્ત્વો પર પ્રતિષ્ઠિત થયું. પહેલાંની જય-પરાજયવ્યવસ્થામાં આ તત્ત્વો ન હતાં.
૧૦. પ્રમેય અને પ્રમાતાનું સ્વરૂપ – પ્રમેય જડ હો યા ચેતન, પરંતુ બધાનું સ્વરૂપ જૈન તાર્કિકોએ અનેકાન્ત દષ્ટિનો ઉપયોગ કરીને જ સ્થાપિત કર્યું અને સર્વવ્યાપકરૂપે કહી દીધું કે વસ્તુમાત્ર પરિણામિનિત્ય છે. નિયતાના ઐકાન્તિક આગ્રહની ધૂનમાં અનુભવસિદ્ધ અનિત્યતાનો ઇનકાર કરવાની શક્યતા દેખીને કેટલાક તત્ત્વચિન્તક ગુણ, ધર્મ આદિમાં અનિત્યતા ઘટાવીને તેનો મેળ નિત્ય દ્રવ્યની સાથે ખેંચતાણ કરીને બેસાડી રહ્યા હતા અને કેટલાક તત્ત્વચિન્તક અનિયતાના ઐકાન્તિક આગ્રહની ધૂનમાં અનુભવસિદ્ધ નિત્યતાને પણ કલ્પના માત્ર દર્શાવી રહ્યા હતા. તે બન્ને પ્રવૃત્તિઓમાં જૈન તાર્કિકોએ સ્પષ્ટપણે અનુભવની આંશિક અસંગતિ દેખી અને પૂરા વિશ્વાસ સાથે બળપૂર્વક પ્રતિપાદન કરી દીધું કે જ્યારે અનુભવ ન તો કેવળ નિત્યતાનો છે કે ન તો કેવળ અનિત્યતાનો ત્યારે કોઈ એક અંશને માનીને બીજા અંશનો
૧. ટિપ્પણ પૃ.૪૩૩; ૫.૪૪૨. ૨. ટિપ્પણ પૃ.૪૪૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org