________________
પ્રસ્તાવના
૩૫
અનુભવ છે. આ અનુભવને સામે રાખીને જૈન ચિંતકોએ પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે મુખ્ય વિભાગ કર્યા જે એકબીજાથી બિલકુલ વિલક્ષણ છે. બીજી તેની ખૂબી એ છે કે તેમાં ન તો ચાર્વાકની જેમ પરોક્ષાનુભવનો અપલાપ છે, ન તો બૌદ્ધદર્શનસંમત પ્રત્યક્ષ-અનુમાન ધૈવિધ્યની જેમ આગમ વગેરે ઈતર પ્રમાણવ્યાપારોનો અપલાપ છે યા ખેંચતાણ કરીને અનુમાનમાં તેમનો સમાવેશ કરવો પડે છે, અને ન તો ત્રિવિધપ્રમાણવાદી સાંખ્ય તથા પ્રાચીન વૈશિષક, ચતુર્વિધપ્રમાણવાદી તૈયાયિક, પંચવિધપ્રમાણવાદી પ્રભાકર, ષવિધપ્રમાણવાદી ભાટ્ટ મીમાંસક, સમવિધપ્રમાણવાદી યા અષ્ટવિધપ્રમાણવાદી પૌરાણિક વગેરેની જેમ પોતપોતાને અભિમત પ્રમાણસંખ્યાને સ્થિર રાખવા માટે ઇતર સંખ્યાનો અપલાપ કરવો પડે છે કે મારીમચડીને પોતાની સંખ્યામાં પ્રમાણોનો સમાવેશ કરવો પડે છે. ગમે તેટલા પ્રમાણો માનો પરંતુ તે સીધેસીધા કાં તો પ્રત્યક્ષ હશે કાં તો પરોક્ષ. આ સાદી પરંતુ ઉપયોગી સમજ ઉપર જૈનોનો મુખ્ય પ્રમાણવિભાગ સ્થિર થયેલો જણાય છે.
૩. પ્રત્યક્ષનું તાત્ત્વિકત્વ પ્રત્યેક ચિન્તક ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માને છે. જૈન દૃષ્ટિનું કહેવું છે કે બીજા કોઈ પણ જ્ઞાનથી પ્રત્યક્ષનું જ સ્થાન ઊંચું અને પ્રાથમિક છે. ઇન્દ્રિયો પરિમિત પ્રદેશમાં અતિસ્થૂળ વસ્તુઓથી આગળ જઈ શકતી નથી, તેમનાથી પેદા થનારા જ્ઞાનને પરોક્ષથી ઊંચું સ્થાન દેવું એ તો ઇન્દ્રિયોનું અત્યન્ત વધુ પડતું મૂલ્ય આંકવા બરાબર છે. ઇન્દ્રિયો કેટલીય પટુ કેમ ન હોય પરંતુ છેવટે તો તે બધી છે તો પરતન્ત્રજ. તેથી પરતન્ત્રજનિત જ્ઞાનને સર્વશ્રેષ્ઠ પ્રત્યક્ષ માનવા કરતાં તો સ્વતન્ત્રજનિત જ્ઞાનને જ પ્રત્યક્ષ માનવું ન્યાયસંગત છે. આ વિચારથી જૈન ચિન્તકોએ તે જ જ્ઞાનને વસ્તુતઃ પ્રત્યક્ષ માન્યું છે જે સ્વતન્ત્ર આત્માને આશ્રિત છે. આ જૈન વિચાર તત્ત્વચિન્તનમાં મૌલિક છે. આવું હોવા છતાં પણ લોકસિદ્ધ પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહીને તેમણે અનેકાન્ત દૃષ્ટિનો ઉપયોગ કરી દીધો છે.
―
--
૪. ઇન્દ્રિયજ્ઞાનના વ્યાપારનો ક્રમ - બધાં દર્શનોમાં એક યા બીજા રૂપમાં થોડા યા વધુ પરિમાણમાં જ્ઞાનના વ્યાપારનો ક્રમ જોવા મળે છે. તેમાં ઐન્દ્રિયક જ્ઞાનના વ્યાપારના ક્રમનું પણ સ્થાન છે. પરંતુ જૈન પરંપરામાં સન્નિપાતરૂપ પ્રાથમિક ઇન્દ્રિયવ્યાપારથી શરૂ કરીને અંતિમ ઇન્દ્રિયવ્યાપાર સુધીનું જે વિશ્લેષણ છે અને જે સ્પષ્ટતાથી અનુભવસિદ્ધ અતિવસ્તૃત વર્ણન છે તેવું વિશ્લેષણ અને વર્ણન બીજાં દર્શનોમાં જોવા નથી મળતું. આ જૈન વિશ્લેષણ અને વર્ણન છે તો અતિપુરાણાં અને વિજ્ઞાનયુગ પહેલાનાં, તેમ છતાં આધુનિક માનસશાસ્ત્રના તથા ઇન્દ્રિયવ્યાપારશાસ્ત્રના વૈજ્ઞાનિક
૧. ટિપ્પણ પૃ. ૩૨૫ તથા પૃ. ૩૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org