________________
૩૩
પ્રસ્તાવના ત્રણ નયો તે મૂળભૂત પર્યાયાર્થિકનો એક રીતે વિસ્તારમાત્ર છે.
માત્ર જ્ઞાનને ઉપયોગી માનીને તેના આશ્રયથી પ્રવૃત્ત વિચારધારા જ્ઞાનનય છે તો માત્ર ક્રિયાના આશ્રયથી પ્રવૃત્ત વિચારધારા ક્રિયાનય છે. નયરૂપ આધારસ્તબ્બો અપરિમિત હોવાના કારણે વિશ્વનું પૂર્ણદર્શન – અનેકાન્ત પણ નિસ્સીમ છે.
ભિન્ન ભિન્ન અપેક્ષાઓ, દૃષ્ટિકોણો યા મનોવૃત્તિઓથી એક જ તત્ત્વનાં જે અનેક દર્શનો ફલિત થાય છે તેમના જ પાયા પર ભંગવાદની સૃષ્ટિ ખડી થાય છે. જે બે દર્શનોના વિષયો બરાબર એકબીજાના બિલકુલ વિરોધી હોય એવાં દર્શનોનો સમન્વય દર્શાવવાની દૃષ્ટિએ તેમના વિષયભૂત ભાવાત્મક અને અભાવાત્મક બન્ને અંશોને લઈને તેમના ઉપર જે સંભવિત વાક્યભંગો બનાવવામાં આવે છે તે જ સપ્તભંગી છે. સપ્તભંગીનો આધાર નયવાદ છે. અને તેનું ધ્યેય તો સમન્વય અર્થાતુ અનેકાન્તની કોટિનું વ્યાપક દર્શન કરાવવાનું છે. જેવી રીતે કોઈ પણ પ્રમાણથી જાણેલા પદાર્થનો બોધ બીજાને કરાવવા માટે પરાર્થ અનુમાન અર્થાત અનુમાનવાક્યની રચના કરવામાં આવે છે બરાબર તેવી જ રીતે વિરુદ્ધ અંશોનો સમન્વય શ્રોતાઓને સમજાવવાની દૃષ્ટિએ ભંગવાક્યોની રચના પણ કરવામાં આવે છે. આમ નયવાદ અને ભંગવાદ અનેકાન્ત દૃષ્ટિના ક્ષેત્રમાં આપોઆપ ફલિત થઈ જાય છે.
એ સાચું કે વૈદિક પરંપરાનાં ન્યાય, વેદાન્ત વગેરે દર્શનોમાં તથા બૌદ્ધ દર્શનમાં કોઈ એક વસ્તુનું વિવિધ દૃષ્ટિઓથી નિરૂપણ કરવાની પદ્ધતિ તથા અનેક પક્ષોના સમન્વયની દૃષ્ટિ પણ જોવામાં આવે છે પરંતુ પ્રત્યેક વસ્તુ અને તેના પ્રત્યેક પાસા પર સંભવિત સમગ્ર દષ્ટિબિંદુઓથી વિચાર કરવાનો આત્મત્તિક આગ્રહ તથા તે સમગ્ર દષ્ટિબિંદુઓના એક માત્ર સમન્વયમાં જ વિચારની પરિપૂર્ણતા માનવાનો દઢ આગ્રહ જૈન પરંપરા સિવાય અન્યત્ર ક્યાંય દેખાતો નથી. આ આગ્રહમાંથી જૈન તાર્કિકોએ અનેકાન્તવાદ, નયવાદ અને સપ્તભંગીવાદનું બિલકુલ સ્વતંત્ર અને વ્યવસ્થિત શાસ્ત્ર સજર્યું જે પ્રમાણશાસ્ત્રનો એક ભાગ બની ગયું અને જેની જોડનો એવો લઘુ ગ્રન્થ પણ ઇતર પરંપરામાં ન સર્જાયો . વિભજયવાદ અને મધ્યમમાર્ગ હોવા છતાં પણ બૌદ્ધ પરંપરા કોઈ પણ વસ્તુમાં વાસ્તવિક સ્થાથી અંશ ન દેખી શકી, તેને તો માત્ર ક્ષણભંગ જ દેખાયો. અનેકાન્ત શબ્દથી જ અનેકાન્ત દષ્ટિનો આશ્રય લેવા છતાં પણ તૈયાયિકો પરમાણુ, આત્મા વગેરેને સર્વથા અપરિણામી જ માનવા મનાવવાની ધૂનમાંથી બચી ૧. ઉદાહરણાર્થ જુઓ સાંખ્યપ્રવચનભાષ્ય, પૃ. ૨. સિદ્ધાન્તબિન્દુ, પૃ. ૧૧૯ અને આગળ.
વેદાન્તસાર, પૃ. ૨૫. તર્કસંગ્રહદીપિકા, પૃ. ૧૭૫. મહાવચ્ચ, ૬.૩૧. ૨. ટિપ્પણ પૃ. ૩૭૬થી. ૩. ન્યાયભાષ્ય, ૨.૧.૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org