________________
પ્રસ્તાવના
૩૧
મકાન કોઈ એક ખૂણામાં પૂરું નથી થતું. તેના અનેક ખૂણા પણ કોઈ એક જ દિશામાં નથી હોતા. પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ આદિ પરસ્પર વિરુદ્ધ દિશાવાળા એક એક ખૂણામાં ઊભા રહી કરવામાં આવતું તે મકાનનું અવલોકન પૂર્ણ તો નથી હોતું, પરંતુ તે અયથાર્થ પણ નથી હોતું. જુદા જુદા સંભવિત બધા ખૂણાઓમાં ઊભા રહીને કરવામાં આવતાં બધાં સંતિત અવલોકનોનો સારસમુચ્ચય જ તે મકાનનું પૂર્ણ અવલોકન છે. પ્રત્યેક ખૂણેથી થતું પ્રત્યેક અવલોકન તે પૂર્ણ અવલોકનનું અનિવાર્ય અંગ છે. તેવી જ રીતે એક વસ્તુ કે સગ્ર વિશ્વનું તાત્ત્વિક ચિન્તન-દર્શન પણ અનેક અપેક્ષાઓથી નિષ્પન્ન યાય છે. મનની સહજ રચના, તેના ઉપર પડતા આગન્તુક સંસ્કારો અને ચિન્ત્ય વસ્તુનું સ્વરૂપ ઇત્યાદિના સમ્મેલનથી જ અપેક્ષા બને છે. એવી અપેક્ષાઓ અનેક હોય છે, તે અપેક્ષાઓનો આશ્રય લઈને વસ્તુનો વિચાર કરવામાં આવેછે. વિચારને આશ્રય દેવાના કારણે યા વિચારસ્રોતના ઉદ્ગમનો આધાર બનાવાના કારણે તે જ અપેક્ષાઓ દૃષ્ટિકોણ કે દૃષ્ટિબિંદુ પણ કહેવાય છે. સંભવિત બધી અપેક્ષાઓથી ભલે ને તે વિરુદ્ધ જ કેમ ન દેખાતી હોય — કરાતાં ચિન્તનો અને દર્શનોનો સારસમુચ્ચય જ તે વિષયનું પૂર્ણ અર્થાત્ અનેકાન્ત દર્શન છે. પ્રત્યેક અપેક્ષાથી થતું દર્શન તે પૂર્ણ દર્શનનું એક એક અંગ છે, આ બધાં અંગો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ પૂર્ણ દર્શનમાં સમન્વય પામવાના કારણે વસ્તુતઃ અવિરુદ્ધ છે.
www.daci
જ્યારે કોઈની મનોવૃત્તિ વિશ્વ અંતર્ગત બધા ભેદોને—ભલે ને તે ગુણકૃત ધર્મકૃત યા સ્વરૂપકૃત યા વ્યક્તિત્વકૃત હોય—ભૂલીને અર્થાત્ તેમની ત૨ફ ઝૂક્યા વિના જ એક માત્ર અખંડતાનો જ વિચાર કરે છે, ત્યારે તેને અખંડ યા એક વિશ્વનું દર્શન થાય છે. અભેદની આ ભૂમિકાએ નિષ્પન્ન થનારું ‘સત્’ શબ્દના એક માત્ર અખંડ અર્થનું દર્શન જ સંગ્રહનય છે. ગુણકૃત ધર્મકૃત યા વ્યક્તિત્વકૃત ભેદોની તરફ ઝૂકનારી મનોવૃત્તિથી કરાતું તે વિશ્વનું દર્શન વ્યવહારનય કહેવાય છે કારણ કે તેમાં લોકસિદ્ધ વ્યવહારોની ભૂમિકારૂપ ભેદોનું ખાસ સ્થાન છે. આ દર્શનમાં ‘સત્’ શબ્દની અર્થમર્યાદા અખંડિત ન રહેતાં અનેક ખંડોમાં વિભાજિત થઈ જાય છે. તે જ ભેદગામિની મનોવૃત્તિ યા અપેક્ષા કેવળ કાલકૃત ભેદો તરફ ઝૂકીને કેવળ વર્તમાનને જ કાર્યક્ષમ હોવાના કારણે જ્યારે સરૂપે દેખે છે અને અતીત-અનાગતને ‘સત્' શબ્દની અર્થમર્યાદામાંથી દૂર કરી દે છે ત્યારે તે મનોવૃત્તિ દ્વારા ફલિત થનારું વિશ્વનું દર્શન ઋજુસૂત્રનય છે, કારણ કે તે અતીત-અનાગતના ચક્રવ્યૂહને છોડી કેવળ વર્તમાનની સીધી રેખા ઉપર ચાલે છે.
ઉ૫૨ની ત્રણેય મનોવૃત્તિઓ એવી છે જે શબ્દનો કે શબ્દના ગુણ-ધર્મોનો આશ્રય લીધા વિના જ કોઈપણ વસ્તુનું ચિન્તન કરે છે. તેથી આ ત્રણેય પ્રકારનું ચિન્તન અર્થનય છે. પરંતુ એવી પણ મનોવૃત્તિ હોય છે જે શબ્દના ગુણ-ધર્મોનો આશ્રય લઈને જ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International