________________
૨.૮
હેમચન્દ્રાચાર્યકૃતિ પ્રમાણમીમાંસા દૃષ્ટિ અનુસાર સમન્વય છે.
આને વૃક્ષ અને વનના દૃષ્ટાન્તથી પણ સ્પષ્ટ કરી શકાય છે. જ્યારે અનેક પરસ્પર ભિન્ન વૃક્ષ વ્યક્તિઓને તે તે વ્યક્તિરૂપે ગ્રહણ ન કરતાં સામૂહિક યા સામાન્ય રૂપે વન તરીકે ગ્રહણ કરીએ છીએ ત્યારે પેલા બધા વિશેષોનો અભાવ નથી થઈ જતો પરંતુ તે બધા વિશેષો સામાન્યરૂપે સામાન્યગ્રહણમાં જ એવા લીન થઈ જાય છે જાણે કે તેઓ છે જ નહિ. એક માત્ર વન જ વન નજરમાં આવે છે, આ જ એક પ્રકારનું અદ્વૈત થયું. પછી ક્યારેક આપણે જયારે એક એક વૃક્ષને વિશેષરૂપે સમજીએ છીએ ત્યારે આપણને પરસ્પર ભિન્ન વ્યક્તિઓ જ વ્યક્તિઓ દેખાય છે, તે વખતે વિશેષ પ્રતીતિમાં સામાન્ય એટલું તો અન્તર્લીન થઈ જાય છે કે જાણે તે છે જ નહિ. હવે આ બન્ને અનુભવોનું વિશ્લેષણ કરી જોવામાં આવે તો એ નહિ કહી શકાય કે કોઈ એક જ સત્ય છે અને બીજો અસત્ય. પોતપોતાના વિષયમાં બન્નેની સત્યતા હોવા છતાં પણ એકને પૂર્ણ સત્ય નહિ કહી શકાય. પૂર્ણ સત્ય તો બન્ને અનુભવોનો સમુચિત સમન્વય છે, કારણ કે તેમાં સામાન્યાત્મક વન અને વિશેષાત્મક વૃક્ષોના બે અબાધિત અનુભવોનો સમાવેશ થઈ શકે છે. આ જ સ્થિતિ વિશ્વના સંબંધમાં સદ્-અદ્વૈત અને સદ્દ્વત દષ્ટિઓની પણ છે.
કાલિક, દૈશિક અને દેશકાલાતીત સામાન્ય-વિશેષના ઉપર્યુક્ત અદ્વૈતા-દ્વૈતવાદોથી આગળ વધીને એક કાલિક સામાન્ય-વિશેષના સૂચક નિત્યત્વવાદ અને ક્ષણિકત્વવાદ પણ છે. તે બન્ને વાદો એકબીજાના વિરોધી જ જણાય છે. પરંતુ અનેકાન્ત દષ્ટિ કહે છે કે વસ્તુતઃ તેમનામાં કોઈ વિરોધ નથી. જયારે આપણે કોઈ તત્ત્વને ત્રણે કાલમાં અખંડરૂપે અર્થાત અનાદિ-અનંતરૂપે જોઈશું ત્યારે તે અખંડ પ્રવાહ રૂપે આદિ-અંતરહિત હોવાના કારણે નિત્ય જ છે, પરંતુ જ્યારે આપણે તે અખંડ પ્રવાહપતિત તત્ત્વને નાનામોટા અપેક્ષિત કાલભેદોમાં વિભાજિત કરી દઈએ છીએ ત્યારે તે કાલ પર્યત સ્થાયી એવું પરિમિત રૂપ જ નજરમાં આવે છે જે સાદિ પણ છે અને સાત્ત પણ. જો વિવક્ષિત કાલ એટલો નાનો હોય કે જેનો બીજો હિસ્સો બુદ્ધિશસ્ત્ર કરી ન શકે તો તે કાલથી પરિચ્છિન્ન તે તત્ત્વગત પ્રાવાહિક અંશ સૌથી નાનો હોવાના કારણે ક્ષણિક કહેવાય છે. નિત્ય અને ક્ષણિક તે બન્ને શબ્દ બરાબર એકબીજાના વિરુદ્ધાર્થક છે. એક અનાદિ-અનન્તનો ભાવ દર્શાવે છે જ્યારે બીજો સાદિ-સાન્તનો ભાવ દર્શાવે છે. તો પણ આપણે અનેકાન્તદષ્ટિ અનુસાર સમજી શકીએ છીએ કે જે તત્ત્વ અખંડ પ્રવાહની અપેક્ષાએ નિત્ય કહી શકાય છે તે જ તત્ત્વ ખંડ ખંડ ક્ષણપરિમિત પરિવર્તનો અને પર્યાયોની અપેક્ષાએ ક્ષણિક પણ કહી શકાય છે. એક વાદની આધારદષ્ટિ છે અનાદિ-અનંતતાની દષ્ટિ, જ્યારે બીજા વાદની આધારદષ્ટિ છે સાદિ-સાન્તતાની દષ્ટિ. વસ્તુનું કાલિક પૂર્ણ સ્વરૂપ અનાદિઅનંતતા અને સાદિ-સાન્તતા આ બન્ને અંશોથી બને છે. તેથી બન્ને દૃષ્ટિઓ પોતપોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org