________________
(I)
ગિરિરાજની ગોદમાં, નજરે નિહાળતાં, મનને હરી લેતા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન-સમવસરણ મહામંદિરની આછેરી ઝલક
જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બલ્કે વિદેશોમાં અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધા જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિભાવનાને ધન્ય કરવાની પળ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય, તો ક્યારેક સમય કે સગવડનો અભાવ હોય. આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો !
ગિરિવર દર્શન વિરલા પાવે
આ સંગમસ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન પાલિતાણામાં નિર્માણ કરવામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને અનોખો તીર્થદર્શન, વંદન અને પૂજનનો ધર્મમય સુયોગ સાંપડે છે.
નિમિત્તમાત્રમ્
આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ ૩૦ ઇંચની સાઇઝનાં ચિત્રો-દીવાલ પર બિરાજમાન ફરવામાં આવ્યાં. પરમપૂજય ધર્મરાજા આચાર્ય દેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ તથા ૫. પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ.સા.) શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ મહારાજની નિશ્રામાં વિ. સં. ૨૦૨૪ના કારતક વદ૨ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષા ગ્રહણના દિવસે જ વિ. સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના ૧૦૮ તીર્થદર્શનાવલિ નામક એક આલબમ પ્રકાશિત કર્યું. જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયકજી, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો.
Jain Education International
·
For Private & Personal Use Only
www.jainelibrary.org