SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૭ આગમયુગ અને સંસ્કૃતયુગના સાહિત્યોનું પારસ્પરિક અત્તર સંક્ષેપમાં આટલા શબ્દોમાં જ કહી શકાય કે આગમયુગનું જૈન સાહિત્ય, બૌદ્ધ સાહિત્યની જેમ, પોતાના મૂળ ઉદ્દેશ મુજબ લોકભોગ્ય જ રહ્યું; જ્યારે સંસ્કૃત ભાષા અને તેમાં રચાયેલા તર્કસાહિત્યના અધ્યયનની વ્યાપક પ્રવૃત્તિ પછી તેનું નિરૂપણ સૂક્ષ્મ અને વિશદ થતું ગયું એ ખરું પરંતુ સાથે સાથે જ તે એટલું તો જટિલ પણ થતું ગયું કે અંતે સંસ્કૃતકાલીન સાહિત્ય લોકભોગ્યતાના મૂળ ઉદેશથી શ્રુત થઈ કેવળ વિર્ભોગ્ય જ બનતું ગયું. ૨. સંસ્કૃતપ્રવેશ યા અનેકાન્તસ્થાપન યુગ સંભવતઃ વાચક ઉમાસ્વાતિ યા તત્સદશ અન્ય આચાર્યો દ્વારા જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાનો પ્રવેશ થતાં જ બીજા યુગનું પરિવર્તનકારી લક્ષણ શરૂ થાય છે જે બૌદ્ધ પરંપરામાં તો અનેક શતાબ્દીઓ પહેલાં શરૂ થઈ ગયું હતું. આ યુગમાં સંસ્કૃત ભાષાના અભ્યાસની તથા તેમાં ગ્રન્થપ્રણયનની પ્રતિષ્ઠા સ્થિર થાય છે. આ યુગમાં રાજસભાપ્રવેશ, પરવાદીઓ સાથે વાદગોષ્ઠી અને પરમતખંડનની પ્રધાન દષ્ટિએ સ્વમતસ્થાપક ગ્રન્થોની રચના – આ બધું પ્રધાનપણે દેખાય છે. આ યુગમાં સિદ્ધસેન જેવા એકાદ આચાર્યે જૈન ન્યાયની વ્યવસ્થા દર્શાવનારો એકાદો ગ્રન્થ ભલે રચ્યો હોય પરંતુ આજ સુધી આ યુગમાં જૈન ન્યાય યા પ્રમાણશાસ્ત્રની ન તો પૂરી વ્યવસ્થા થયેલી જણાય છે કે ન તો તદ્વિષયક તાર્કિક સાહિત્યનું નિર્માણ દેખાય છે. આ યુગના જૈન તાર્કિકોની પ્રવૃત્તિની પ્રધાન દિશા દાર્શનિક ક્ષેત્રોમાં એક એવા જૈન મન્તવ્યની સ્થાપનાની તરફ રહી છે જેનાં વિખરાયેલાં અને કંઈક સ્પષ્ટ-અસ્પષ્ટ બીજ આગમમાં રહ્યાં હતાં અને જે મન્તવ્ય આગળ જઈને ભારતીય બધી દર્શન પરંપરાઓમાં એક માત્ર જૈન પરંપરાનું જમનાવા લાગ્યું, તથા જેમન્તવ્યના નામથી આજ સુધી આખા જૈન દર્શનનો વ્યવહાર કરવામાં આવે છે, તે મન્તવ્ય છે અનેકાન્તવાદનું. આ બીજા યુગમાં સિદ્ધસેન હોય કે સમન્તભદ્ર, મલવાદી હોય કે જિનભદ્ર સૌએ દર્શનાન્સરોની સમક્ષ પોતાના જૈન મતની અનેકાન્ત દૃષ્ટિ તાર્કિક શૈલીથી તથા પરમતખંડનના અભિપ્રાયથી એવી રીતે રજૂ કરી કે જેના કારણે આ યુગને અનેકાન્તસ્થાપનયુગ જ કહેવો સમુચિત ગણાશે. આપણે જોઈએ છીએ કે ઉક્ત આચાર્યોના પૂર્વવર્તી કોઈ પણ પ્રાકૃત યા સંસ્કૃત ગ્રન્થમાં ન તો એવી અનેકાન્તની સ્થાપના છે કે ન તો અનેકાન્સમૂલક સપ્તભંગી અને નયવાદનું એવું તાર્કિક વિશ્લેષણ છે જેવું આપણને સન્મતિ, દ્વાત્રિશદ્વત્રિશિકા, ન્યાયાવતાર, સ્વયંભૂસ્તોત્ર, આપ્તમીમાંસા, યુજ્યનુશાસન, નયચક્ર અને વિશેષાવશ્યકભાષ્યમાં મળે છે. આ યુગના તર્ક-દર્શનનિષ્ણાત જૈન આચાર્યોએ નયવાદ, સપ્તભરી અને અનેકાન્તવાદની પ્રબળ અને સ્પષ્ટ સ્થાપના કરી અને એટલો બધો પુરુષાર્થ કર્યો કે જેના કારણે જૈન અને જૈનેતર પરંપરાઓમાં જૈન દર્શન અનેકાન્તદર્શન નામથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy