________________
૧૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા દર્શન પરિણામવાદની જેમ પરમાણુઓને પરિણામી માનીને પૂલ જગતને તેમનું જ રૂપાન્તર યા પરિણામ માને છે. વસ્તુતઃ જૈન દર્શન પરિણામવાદી છે. પરંતુ સાંખ્યયોગ તથા પ્રાચીન વેદાન્ત વગેરેના પરિણામવાદથી જૈન પરિણામવાદનું ખાસ અંતર છે. તે અંતર એ છે કે સાંખ્ય-યોગનો પરિણામવાદ ચેતન તત્ત્વથી અસ્પૃષ્ટ હોવાના કારણે જડ સુધી જ પરિમિત છે અને ભપ્રપંચ વગેરેનો પરિણામવાદ માત્ર ચેતનતત્ત્વસ્પર્શી જ છે. તેથી ઊલટું જૈન પરિણામવાદ જડ-ચેતન, સ્થૂલ-સૂક્ષ્મ સમગ્ર વસ્તુસ્પર્શી છે, એટલે જ જૈન પરિણામવાદને સર્વવ્યાપકપરિણામવાદ સમજવો જોઈએ. ભપ્રપંચનો પરિણામવાદ પણ સર્વવ્યાપક કહી શકાય પરંતુ તેની અને જૈન પરિણામવાદની વચ્ચે અંતર એ છે કે ભપ્રપંચનું “સર્વ ચેતન બ્રહ્મમાત્ર છે અને બીજું કશું જ નહિ જ્યારે જૈનના “સર્વ'માં તો અનન્ત જડ અને ચેતન તત્ત્વો સમાવિષ્ટ છે. આમ આરંભ અને પરિણામ બન્ને વાદોનાં જૈન દર્શનમાં વ્યાપકરૂપમાં પૂરાં સ્થાન અને સમન્વય છે. પરંતુ તેમાં પ્રતીત્યસમુત્પાદવાદ તથા વિવર્તવાદનું કોઈ સ્થાન નથી. વસ્તુમાત્રને પરિણામિનિત્ય અને એકસરખી રીતે વાસ્તવિક સત્ય માનવાના કારણે જૈન દર્શન પ્રતીત્યસમુત્પાદવાદ તથા વિવર્તવાદનો સર્વથા વિરોધ જ કરતું રહ્યું છે, જેમ ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, વગેરે પણ કરે છે. ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, વગેરેની જેમ જૈન દર્શન ચેતનબહુત્વવાદી છે ખરું, પરંતુ તેનાં ચેતન તત્ત્વો અનેક દષ્ટિએ ભિન્ન સ્વરૂપવાળાં છે. જૈન દર્શન ન તો ન્યાય, સાંખ્ય, વગેરેની જેમ ચેતન તત્ત્વોને સર્વવ્યાપક દ્રવ્યો માને છે, કે ન તો વિશિષ્ટાદ્વૈતની જેમ અણુમાત્ર માને છે, કે ન તો બૌદ્ધ દર્શનની જેમ જ્ઞાનની નિદ્રવ્યધારામાત્ર માને છે. જૈનાભિમત સમગ્ર ચેતન તત્ત્વો મધ્યમ પરિમાણવાળાં અને સંકોચવિસ્તારશીલ હોવાના કારણે આ બાબતમાં જડ દ્રવ્યોથી અત્યન્ત વિલક્ષણ નથી. ન્યાય-વૈશેષિક અને યોગદર્શન માને છે કે આત્મત્વ યા ચેતનત્વ સમાન હોવા છતાં પણ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે મૌલિક ભેદ છે અર્થાત્ જીવાત્મા કદી પણ પરમાત્મા યા ઈશ્વર નથી અને પરમાત્મા સદાથી જ પરમાત્મા યા ઈશ્વર છે કદી પણ જીવ – બન્ધનવાન નથી. જૈન દર્શન આનાથી બિલકુલ ઊલટું માને છે એવું કે વેદાન્ત વગેરે માને છે. તે કહે છે કે જીવાત્મા અને ઈશ્વરનો કોઈ સહજ ભેદ નથી. બધા જીવાત્માઓમાં પરમાત્મશક્તિ એકસરખી છે જે સાધન પામીને વ્યક્ત થઈ શકે છે અને થાય છે પણ ખરી. અલબત્ત જૈન અને વેદાન્તનું આ બાબતે એટલું અત્તર અવશ્ય છે કે વેદાન્ત એકપરમાત્મવાદી છે જ્યારે જૈન દર્શન ચેતનબહુત્વવાદી હોવાના કારણે તાત્ત્વિકરૂપે બહુપરમાત્મવાદી છે.
જૈન પરંપરાનો તત્ત્વપ્રતિપાદક પ્રાચીન, અર્વાચીન, પ્રાકૃત, સંસ્કૃત કોઈ પણ ગ્રન્થ કેમ ન હોય પરંતુ તે બધામાં નિરૂપણ અને વર્ગીકરણ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org