________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૬૩ ખંડન કર્યું છે. તેમના સ્વપક્ષસ્થાપનની અને પરપક્ષખંડનની દલીલો તથા પ્રત્યક્ષઅનુમાન પ્રમાણની રજૂઆત એ બધું તેવું જ છે જેવું શાલિકનાથની પ્રકરણપંચિકા તથા શ્રીભાષ્ય આદિમાં છે. સ્વપક્ષના ઉપર બીજાઓ દ્વારા ઉભાવિત દોષોનો પરિહાર પણ આચાર્યનો તેવો જ છે જેવો ઉક્ત ગ્રંથોમાં છે.
પૃ. ૮૭ વિશ:' –ાયસના વિષયમાં અન્ય મુદ્દાઓ ઉપર લખતાં પહેલાં એ બતાવી દેવું જરૂરી છે કે પ્રાચીન સમયમાં લક્ષણકાર ઋષિ પ્રત્યક્ષલક્ષણનું લક્ષ્ય કેટલું સમજતા હતા અર્થાતુ તેઓ કે પળ જન્ય પ્રત્યક્ષને લક્ષ્ય માનીને લક્ષણ રચતા હતા કે જન્ય-નિત્યસાધારણ પ્રત્યક્ષને લક્ષ્ય માનીને લક્ષણ રચતા હતા જેમ ઉત્તરકાલીન નૈયાયિકોએ આગળ ઉપર જન્ય-નિત્યસાધારણ પ્રત્યક્ષનું લક્ષણ રચ્યું છે તેમ? જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી તો એવું જણાય છે કે પ્રાચીન સમયના લક્ષણકારોમાંથી કોઈએ, ભલે ને તે ઈશ્વરાવિરોધી નૈયાયિક-વૈશેષિક જ કેમ ન હોય, જન્ય-નિત્યસાધારણ પ્રત્યક્ષનું લક્ષણ બનાવ્યું નથી. ઈશ્વરાવિરોધી હો કે ઈશ્વરવિરોધી હો બધા જ દર્શનકારોના પ્રાચીન મૂલ ગ્રન્થોમાં એકમાત્ર જન્યપ્રત્યક્ષનું જ નિરૂપણ છે. નિત્યપ્રત્યક્ષ કોઈમાં સંભવે પણ છે અને સંભવે છે તો તે ઈશ્વરમાં જ હોય છે એ વાતનું સૂચન સુદ્ધાં પણ કોઈ પ્રાચીન ગ્રન્થમાં નથી.' અપૌરુષેયત દ્વારા વેદના પ્રામાણ્યનું સમર્થન કરનારા મીમાંસકો વિરુદ્ધ ન્યાય-વૈશેષિક દર્શને એ સ્થાપવાનું શરૂ કર્યું કે વેદ શબ્દાત્મક અને અનિત્ય હોવાથી તેનું પ્રામાણ્ય અપૌરુષેયત્વમૂલક નથી પરંતુ પૌરુષેયત્વમૂલક છે. તેમ છતાં ન્યાય-વૈશેષિક દર્શનના પ્રાચીન વિદ્વાનોએ વેદપ્રણેતા તરીકે ક્યાંય ઈશ્વરની સ્પષ્ટપણે સ્થાપના નથી કરી. તેમણે તો વેદને આપ્તઋષિપ્રણીત કહીને તેમનું પ્રામાણ્ય મીમાંસક પ્રક્રિયાથી ભિન્ન પ્રક્રિયા દ્વારા સ્થાપ્યું અને સાથે સાથે જ વેદાપ્રામાણ્યવાદી જૈન બૌદ્ધ વગેરેને જવાબ પણ આપી દીધો કે વેદ પ્રમાણ છે કેમ કે તેમના પ્રણેતા અમારા માન્ય ઋષિઓ આપ્ત જ હતા.
ઉત્તરકાલીન વ્યાખ્યાકાર નૈયાયિકોએ જેમ ઈશ્વરને જગતસ્રષ્ટા પણ માન્યો તેમ - વેદપ્રણેતા પણ, આમ તેમણે ઈશ્વરમાં નિત્યજ્ઞાનની કલ્પના કરી. પરંતુ એ
૧. વૈશેષિકસૂત્ર, ૩.૧.૧૮. ક્રિયાઈન્નિત્પન્ન-વ્યપથમવ્યમવાર વ્યવસાયામ
પ્રત્યક્ષમ્ ન્યાયસૂત્ર, ૧.૧.૪. તિવિષયષ્યવસાયો છમ્ | સાંખ્યકારિકા, ૫. સાંખ્યસૂત્ર, ૧.૮૯. યોગભાણ, ૧.૭. સëોને પુરૂષક્રિયાળમ્. 1 જૈમિનિસૂત્ર, ૧.૧.૪. आत्मेन्द्रियमनोऽर्थात् सन्निकर्षात् प्रवर्तते । व्यक्ता तदात्वे या बुद्धिः प्रत्यक्षं सा निरूप्यते ।
ચરકસંહિતા, ૧૧.૨૦. ૨. ન્યાયસૂત્ર, ૧.૧.૭; ૨.૧.૬૯. વૈશેષિકસૂત્ર, ૬.૧.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org