________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા (૫) પ્રમાણપપ્લવ પક્ષ – પ્રમાણપપ્લવ પક્ષ તે છે જે ઈન્દ્રિય, અનિન્દ્રિય કે આગમ કોઈનુંય સાદ્રગુણ્ય યા સામર્થ્ય સ્વીકારતો નથી. તે માને છે કે એવું કોઈ સાધન ગુણસંપન્ન છે જ નહિ જે અબાધિત જ્ઞાનની શક્તિ ધરાવતું હોય. તેના મતે બધાં સાધનો પંગુ યા છેતરામણાં છે. આ પક્ષને અનુસરનાર તત્ત્વોપપ્તવવાદી કહેવાય છે, જે છેલ્લી હદે ગયેલો ચાર્વાક જ છે. આ પક્ષ જયરાશિકૃત “તત્ત્વોપપ્લવ' ગ્રન્થમાં સ્પષ્ટપણે પ્રતિપાદિત થયો છે.
ઉક્ત પાંચમાંથી ત્રીજો ઉભયાધિપત્ય પક્ષ જ જૈન દર્શનનો છે, કારણ કે તે જેવી રીતે ઈન્દ્રિયોનું સ્વતંત્ર સામર્થ્ય માને છે તેવી જ રીતે તે અનિન્દ્રિય અર્થાત્ મન અને આત્મા બન્નેનું અલગ અલગ પણ સ્વતન્ન સામર્થ્ય માને છે. આત્માના સ્વતંત્ર સામર્થ્યના વિષયમાં ન્યાય-વૈશેષિક આદિના મન્તવ્યથી જૈન દર્શનના મન્તવ્યમાં ફરક એ છે કે જૈન દર્શન બધા જ આત્માઓનું પ્રમાણસામર્થ્ય તેવું જ માને છે એવું ન્યાય વગેરે કેવળ ઈશ્વરનું જ માને છે. જૈન દર્શન પ્રમાણપપ્લવ પક્ષનું નિરાકરણ એટલા માટે કરે છે કેમ કે તેને પ્રમાણસામર્થ્ય અવશ્ય ઈષ્ટ છે. તે ચાર્વાકના પ્રત્યક્ષમાત્રવાદનો વિરોધ એટલા માટે કરે છે કેમ કે તેને અનિન્દ્રિયનું પણ પ્રમાણસામર્થ્ય ઇષ્ટ છે. તે વિજ્ઞાન, શૂન્ય અને બ્રહ્મ એ ત્રણે વાદોનો નિરાસ એટલા માટે કરે છે કેમ કે તેને ઈન્દ્રિયોનું પ્રમાણસામર્થ્ય પણ માન્ય છે. તે આગમાધિપત્ય પક્ષનું પણ વિરોધી છે, તે એટલા માટે કે તેને ધર્માધર્મના વિષયમાં અનિન્દ્રિય અર્થાત્ મન અને આત્મા બન્નેનું પ્રમાણસામર્થ્ય ઈષ્ટ છે.
૪. પ્રમેયપ્રદેશનો વિસ્તાર જેવી પ્રમાણશક્તિની મર્યાદા તેવો જ પ્રમેયના ક્ષેત્રનો વિસ્તાર. તેથી જ માત્ર ઈન્દ્રિયોનું જ પ્રમાણસામર્થ્ય માનનાર ચાર્વાકની સામે સિર્ફ સ્થળ યા દશ્ય વિશ્વ જ પ્રમેયનું ક્ષેત્ર રહ્યું. પરંતુ એક યા બીજા રૂપમાં અનિન્દ્રિયનું પ્રમાણસામર્થ્ય માનનારની દૃષ્ટિમાં તો પ્રમેયનું ક્ષેત્ર અનેકધા વિસ્તીર્ણ થઈ ગયું. અનિન્દ્રિયસામર્થ્યવાદી કોઈ પણ કેમ ન હોય પરંતુ બધાને જ ધૂળ વિશ્વ ઉપરાંત એક સૂક્ષ્મ વિશ્વ પણ નજરમાં આવ્યું. સૂક્ષ્મ વિશ્વનું દર્શન તે બધાને બરાબર હોવા છતાં તેમની પોતપોતાની જુદી જુદી કલ્પનાઓના તથા પરંપરાગત ભિન્ન ભિન્ન કલ્પનાઓના આધારે સૂક્ષ્મ પ્રમેયના ક્ષેત્રમાં પણ અનેક મતો અને સંપ્રદાયો સ્થિર થયા જેમને આપણે અતિ સંક્ષેપમાં બે વિભાગોમાં વહેચી સમજી શકીએ છીએ. એક વિભાગ તો તે છે જેમાં જડ અને ચેતન બન્ને પ્રકારનાં સૂક્ષ્મ તત્ત્વોને માનનારાઓનો સમાવેશ થાય છે. બીજો વિભાગ તે છે જેમાં કેવળ ચેતન યા ચૈતન્ય રૂપ સૂક્ષ્મ તત્ત્વને જ માનનારાઓનો સમાવેશ થાય છે. પાશ્ચાત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org