________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૪૯ આચાર્ય હેમચન્દ્ર નિગ્રહસ્થાનનિરૂપણના પ્રસંગે મુખ્યપણે ત્રણ વાતો પાંચ સૂત્રોમાં નિબદ્ધ કરી છે. પહેલાં બે સૂત્રોમાં (૨.૧. ૩૧-૩૨) જય અને પરાજયની ક્રમશ: વ્યાખ્યા છે અને ત્રીજામાં (૨.૧.૩૩) નિગ્રહની વ્યવસ્થા છે જે અકલંકરચિત છે અને જે અન્ય બધા દિગમ્બર-શ્વેતામ્બર તાર્કિકોને સ્વીકાર્ય પણ છે. ચોથા ૨.૧.૩૪ સૂત્રમાં ન્યાયપરંપરાના નિગ્રહસ્થાનલક્ષણનું ખંડન કર્યું છે જેની વ્યાખ્યા પ્રભાચન્દ્રના પ્રમેયકમલમાર્તડનું અધિકાંશ પ્રતિબિંબ માત્ર છે. ત્યાર પછી અન્તિમ ૨.૧.૩૫ સૂત્રમાં હેમચન્દ્ર ધર્મકીર્તિના સ્વતંત્ર નિગ્રહસ્થાનલક્ષણનું ખંડન કર્યું છે જે અક્ષરશઃ પ્રભાચન્દ્રના પ્રમેયકમલમાર્તડની (પૃ. ૨૦૩ A) જ નકલ છે.
આમ નિગ્રહસ્થાનની ત્રણ પરંપરાઓમાંથી ન્યાય અને બૌદ્ધસમ્મત બે પરંપરાઓનું ખંડન કરીને આચાર્ય હેમચન્દ્ર ત્રીજી જૈન પરંપરાનું સ્થાપન કર્યું છે.
અત્તે જય-પરાજયની વ્યવસ્થા અંગેનાં ત્રણે પરંપરાનાં મંતવ્યોનું રહસ્ય સંક્ષેપમાં જણાવી દેવું જરૂરી છે. તે આ પ્રમાણે છે – બ્રાહ્મણ પરંપરામાં છલ, જાતિ આદિનો પ્રયોગ અમુક હદ સુધી સ્વીકાર્ય હોવાના કારણે છલ આદિ દ્વારા કોઈને પરાજિત કરવા માત્રથી પણ છલ આદિનો પ્રયોક્તા પોતાના પક્ષની સિદ્ધિ કર્યા વિના જ જય પામ્યો ગણાય છે અર્થાત બ્રાહ્મણ પરંપરા અનુસાર એ નિયમ નથી કે જયલાભ માટે સ્વપક્ષની સિદ્ધિ કરવી અનિવાર્ય જ છે.
ધર્મકીર્તિએ ઉક્ત બ્રાહ્મણ પરંપરાના આધાર ઉપર જ કુઠારાઘાત કરીને સત્યમૂલક નિયમ બાંધી આપ્યો કે કોઈ છલ આદિના પ્રયોગથી કોઈને ચૂપ કરી દે તેટલા માત્રથી જીતી શકતો નથી, કેમ કે છલ આદિનો પ્રયોગ સત્યમૂલક ન હોવાથી વજર્ય છે. તેથી જ ધર્મકીર્તિના કથન અનુસાર એ નિયમ નથી કે કોઈ એકનો પરાજય જ બીજાનો અવયંભાવી જય હોય. એવું પણ સંભવે છે કે પ્રતિવાદીનો પરાજય માનવામાં આવે તો પણ વાદીનો જય ન મનાય – ઉદાહરણાર્થ વાદીએ દુષ્ટ સાધનનો પ્રયોગ કર્યો હોય, તે વખતે પ્રતિવાદી સંભવિત દોષોનું કથન ન કરતાં મિથ્યા દોષોનું કથન કરે, તદનન્તર વાદી પ્રતિવાદીના દોષોનું ઉદૂભાવન કરે તો એવી પરિસ્થિતિમાં પ્રતિવાદીનો
१. तत्त्वरक्षणार्थं सद्भिरुपहर्तव्यमेव छलादि । विजिगीषुभिरिति चेत्, नखचपेटशस्त्रप्रहारादीपनादि
ઉમરપતિ વચમ્ તમન્ન થયાનચં તત્તરોપાય: I વાદન્યાય, પૃ. ૭૧. २. सदोषवत्त्वेऽपि प्रतिवादिनोऽज्ञानात् प्रतिपादनासमार्थ्याद् वा । न हि दुष्टसाधनाभिधानेऽपि वादिनः
प्रतिवादिनोऽप्रतिपादते दोषे पराजयव्यवस्थापना युक्ता । तयोरेव परस्परसामोपघातापेक्षया जयपराजयव्यवस्थापनात् । केवलं हेत्वाभासादभूतप्रतिपत्तेरभावादप्रतिपादकस्य जयोऽपि નાવ ! વાદન્યાય, પૃ. ૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org