________________
પ
અવાસ્તવવાદિત્વનાં અસ્પષ્ટ બીજ હતાં અને જે વાસ્તવવાદિત્વનાં સ્પષ્ટ સૂચનો હતાં તે બધાંનું એક માત્ર અવાસ્તવવાદિત્વના અર્થમાં તાત્પર્ય દર્શાવીને શંકરાચાર્યે વેદાન્તમાં અવાસ્તવવાદિત્વની સ્પષ્ટ સ્થાપના કરી જેના આધારે આગળ જતાં દૃષ્ટિસૃષ્ટિવાદ વગેરે અનેક રૂપોમાં વળી વધુ દૃષ્ટિપરિવર્તન અને વિકાસ થયો. આ રીતે એક તરફ બૌદ્ધ અને વેદાન્ત બે પરંપરાઓની દૃષ્ટિપરિવર્તિષ્ણુતા અને બીજી તરફ બાકી બધાં દર્શનોની દૃષ્ટિઅપરિવર્તિષ્ણુતા આપણને આ ભેદનાં કારણોની ખોજ કરવા પ્રેરિત કરે છે.
પ્રસ્તાવના
-
સ્થૂળ જગતને અસત્ય યા વ્યાવહારિક સત્ય માનીને તેનાથી ભિન્ન આન્તરિક જગતને જ પરમ સત્ય માનનાર અવાસ્તવવાદનો ઉદ્ગમ કેવળ ત્યારે જ સંભવે છે જ્યારે વિશ્લેષણક્રિયાની પરાકાષ્ઠા – આત્યંતિકતા હોય યા તો સમન્વયની પરાકાષ્ઠા હોય. આપણે દેખીએ છીએ કે આ યોગ્યતા બૌદ્ધ પરંપરા અને વેદાન્ત પરંપરા સિવાય અન્ય કોઈ દાર્શનિક પરંપરામાં નથી. બુદ્ધે પ્રત્યેક સ્થૂલ સૂક્ષ્મ ભાવનું વિશ્લેષણ એટલે સુધી કર્યું કે તેમાં કોઈ સ્થાયી દ્રવ્ય જેવા તત્ત્વનું અસ્તિત્વ જ ન રહ્યું. ઉપનિષદોમાં પણ બધા ભેદોનો (વિશેષોનો) – વિવિધતાઓનો સમન્વય એક બ્રહ્મમાં – સ્થિર તત્ત્વમાં વિશ્રાન્તિ પામ્યો. ભગવાન બુદ્ધના વિશ્લેષણનો આગળ ઉપર તેમના સૂક્ષ્મપ્રજ્ઞ શિષ્યોએ એટલે સુધી વિસ્તાર કર્યો કે છેવટે વ્યવહારમાં ઉપયોગી થનારું અખંડ દ્રવ્ય યા દ્રવ્યભેદો સર્વથા નામશેષ થઈ ગયા અને ક્ષણિક કિન્તુ અનિર્વચનીય ૫૨મ સત્ય જ શેષ રહ્યું. બીજી બાજુ શંકરાચાર્યે ઔપનિષદ ૫૨મ બ્રહ્મની સમન્વય ભાવનાનો એટલે સુધી વિસ્તાર કર્યો કે છેવટે ભેદપ્રધાન વ્યવહાર જગત નામશેષ યા માયિક જ બનીને રહી ગયું. બેશક, નાગાર્જુન અને શંકરાચાર્ય જેવા ઐકાન્તિક વિશ્લેષણકર્તા યા ઐકાન્તિક સમન્વયકર્તા ન થયા હોત તો આ બન્ને પરંપરાઓમાં વ્યાવહારિક અને પરમ સત્યના ભેદનો આવિષ્કાર ન થયો હોત. તો પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે અવાસ્તવવાદી દૃષ્ટિની યોગ્યતા બૌદ્ધ અને વેદાન્ત પરંપરાની ભૂમિકામાં જ નિહિત રહી છે જ્યારે ન્યાય-વૈશેષિક વગેરે વાસ્તવવાદી દર્શનોની ભૂમિકામાં તે બિલકુલ નથી. ન્યાય-વૈશેષિક, મીમાંસક અને સાંખ્ય-યોગ દર્શનો કેવળ વિશ્લેષણ જ નથી કરતાં પરંતુ સમન્વય પણ કરે છે, તેમનામાં વિશ્લેષણ અને સમન્વય બન્ને સમપ્રધાન તથા સમાનબલ હોવાથી બેમાંથી કોઈ એક જ સત્ય નથી, તેથી તે દર્શનોમાં અવાસ્તવવાદના પ્રવેશની ન તો યોગ્યતા છે અને ન તો સંભવ છે. તેથી તે દર્શનોમાં નાગાર્જુન, શંકરાચાર્ય વગેરે જેવા અનેક સૂક્ષ્મપ્રજ્ઞ વિચારકો થયા હોવા છતાં પણ તે દર્શનો વાસ્તવવાદી જ રહ્યાં. આ જ સ્થિતિ જૈન દર્શનની પણ છે. જૈન દર્શન દ્રવ્ય દ્રવ્ય વચ્ચે વિશ્લેષણ કરતાં કરતાં છેવટે સૂક્ષ્મતમ પર્યાયોના વિશ્લેષણ સુધી પહોંચે છે ખરું, પરંતુ આ વિશ્લેષણના અંતિમ પરિણામ રૂપ પર્યાયોને વાસ્તવિક માનીને પણ દ્રવ્યની વાસ્તવિકતાનો પરિત્યાગ બૌદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org