________________
૪૦૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા હેતુઓ દ્વારા નિર્વિવાદ સદનુમાન થાય છે ત્યારે અવિનાભાવનિયમ સિવાય સકલહેતુસાધારણ બીજું કોઈ લક્ષણ સરળતાતી બનાવી જ નથી શકાતું. તેથી જ ત્રણ યા પાંચ રૂપ અવિનાભાવનિયમનો યથાસંભવ પ્રપંચમાત્ર છે. જો કે સિદ્ધસેને ન્યાયાવતારમાં હેતુને સાધ્યાવિનાભાવી કહ્યો છે તો પણ અવિનાભાવનિયમ જ હેતુનું એકમાત્રરૂપ છે એવું સમર્થન કરનાર સંભવતઃ સૌપ્રથમ પાત્રસ્વામી છે. તત્ત્વસંગ્રહમાં શાન્તરક્ષિતે જૈન પરંપરાસમ્મત અવિનાભાવનિયમરૂપ એક લક્ષણનો પાત્રસ્વામીના મન્તવ્ય તરીકે જ નિર્દેશ કરીને તેનું ખંડન કર્યું છે. એવું જણાય છે કે પૂર્વવર્તી અન્ય જૈન તાર્કિકોએ હેતુના સ્વરૂપ તરીકે અવિનાભાવનિયમનું કથન સામાન્યતઃ કર્યું હશે. પરંતુ તેનું સયુક્તિક સમર્થન અને બૌદ્ધસમ્મત ઐરૂખનું ખંડન સૌપ્રથમ પાનસ્વામીએ જ કર્યું હશે.
अन्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ।
ના થાડનુપપન્નવંયત્ર તત્રત્રન્િ | ન્યાયવિનિશ્ચય, પૃ. ૫૦૦. આ ખંડનકારિકા અકલંક, વિદ્યાનન્દ (પ્રમાણપરીક્ષા, પૃ. ૭૨) વગેરેએ ઉદ્ધત કરી છે, તે પાત્રસ્વામિકÁક હોવી જોઈએ. પાત્રસ્વામીએ પરસમ્મત ત્રરૂપ્યનું જે ખંડન જૈનપરંપરામાં શરૂ કર્યું તેનું અનુસરણ પછીથી અકલંક (પ્રમાણસંગ્રહ, પૃ. ૬૬ A) આદિ દિગમ્બર-શ્વેતામ્બર તાર્કિકોએ કર્યું છે. ત્રરૂપ્યખંડન પછી જૈનપરંપરામાં પાંચરૂખનું ખંડન શરૂ થયું. તેથી જ વિદ્યાનન્દ (પ્રમાણપરીક્ષા, પૃ. ૭૨), પ્રભાચન્દ્ર (પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૦૩ B ), વાદી દેવસૂરિ (સ્યાદ્વાદરત્નાકર, પૃ. પર૧) આદિના દિગમ્બરીય-શ્વેતામ્બરીય ઉત્તરકાલીન તર્કગ્રંથોમાં ઐરૂપ્ય અને પાંચરૂપ્યાં સાથે સાથે જ સવિસ્તર ખંડન દેખાય છે.
આચાર્ય હેમચન્દ્ર તે જ પરંપરાને લઈને નૈરૂ અને પાંચરૂપ્ય બન્નેનો નિરાસ કરે છે. જો કે વિષયની દષ્ટિએ આચાર્ય હેમચન્દ્રનું ખંડન વિદ્યાનન્દ આદિ પૂર્વવર્તી આચાર્યોના ખંડન સમાન જ છે તેમ છતાં તેમનું શબ્દસામ્ય વિશેષત: અનન્તવીર્યની પ્રમેયરત્નમાલાની સાથે છે. અન્ય બધા પૂર્વવર્તી જૈન તાર્કિકોથી આચાર્ય હેમચન્દ્રની એક વિશેષતા છે અનેક સ્થાને જોવા મળે છે તે અહીં પણ છે. તે વિશેષતા એ છે કે સંક્ષેપમાં પણ કોઈ ને કોઈ નવા વિચારનું જૈન પરંપરામાં સંગ્રહીકરણમાત્ર છે. આપણે જોઈએ છીએ કે આચાર્ય હેમચન્દ્ર બૌદ્ધ સમ્મત નૈરૂખનો પૂર્વપક્ષ રજૂ કરતી
१. अन्यथेत्यादिना पात्रस्वामिमतमाशङ्कते -
नान्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् । અચાનુYપન્નત્યં યત્ર તત્ર ત્રણ ઝિમ્ તત્ત્વસંગ્રહ, કારિકા ૧૩૬૪-૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org