________________
૩૭૧
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ જેના કારણે તેમણે પણ અભેદવાદ જ માન્ય રાખ્યો. જો કે દેવસૂરિએ ગુણ અને પર્યાય બન્નેનો અર્થભેદ દર્શાવવાની ચેષ્ટા કરી છે (પ્રમાણનયતત્તાલોક, ૫.૭, ૮) તેમ છતાં જણાય છે કે તેમના દિલ પર પણ અભેદનો જ પ્રભાવ છે. આચાર્ય હેમચન્દ્ર તો વિષયલક્ષણસૂત્રમાં ગુણપદને સ્થાન જ નથી આપ્યું અને ન તો તેમણે ગુણ-પર્યાય શબ્દોના અર્થવિષયક ભેદભેદની ચર્ચા કરી. આ ઉપરથી આચાર્ય હેમચન્દ્રનું આ અંગેનું મન્તવ્ય સ્પષ્ટ થઈ જાય છે – તેઓ પણ અભેદના જ સમર્થક છે. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ આ જ અભેદપક્ષની સ્થાપના કરી છે. આ વિસ્તૃત ઇતિહાસને આધારે એટલું કહી શકાય કે આગમ જેવા પ્રાચીન યુગમાં ગુણ-પર્યાય બન્ને શબ્દોનો પ્રયોગ થતો રહ્યો હશે. તર્કયુગના પ્રારંભ અને વિકાસની સાથે સાથે જ તેમના અર્થવિષયક ભેદ-અભેદની ચર્ચા શરૂ થઈ અને આગળ વધી. પરિણામે ભિન્ન ભિન્ન આચાર્યોએ આ વિષયમાં પોતાનાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુ પ્રકટ કર્યા અને સ્થાપ્યાં પણ.
આ પ્રસંગમાં ગુણ અને પર્યાય શબ્દના અર્થવિષયક પારસ્પરિક ભેદભેદની જેમ પર્યાય-ગુણ અને દ્રવ્ય આ બન્નેના પારસ્પરિક ભેદભેદ વિષયક ચર્ચાનો દાર્શનિક ઇતિહાસ જાણવા યોગ્ય છે. ન્યાય-વૈશેષિક આદિ દર્શન ભેદવાદી હોવાથી પહેલેથી આજ સુધી ગુણ, કર્મ વગેરેનો દ્રવ્યથી ભેદ માને છે. અમેદવાદી સાંખ્ય, વેદાન્ત આદિ તેમનો દ્રવ્યથી અભેદ માનતા આવ્યા છે. આ ભેદ-અભેદના પક્ષો બહુ પુરાણા છે કારણ કે ખુદ મહાભાષ્યકાર પતંજલિ આ અંગે મનોરંજક અને વિશદ ચર્ચા શરૂ કરે છે. તે પ્રશ્ન ઊઠાવે છે કે દ્રવ્ય શબ્દ, સ્પર્શ આદિ ગુણોથી અન્ય છે કે અનન્ય? બન્ને પક્ષોને સ્પષ્ટ કરીને પછી તે અત્તે ભેદપક્ષનું સમર્થન કરે છે. ૧. આ વિષયનાં બધાં પ્રમાણ માટે જુઓ સન્મતિટીકા, પૃ. ૬૩૧, ટિપ્પણ ૪. २. किं पुनद्रव्यं के पुनर्गुणाः । शब्दस्पर्शरूपरसगन्धा गुणास्ततोऽन्यद् द्रव्यम्। किं पुनरन्यच्छब्दादिभ्यो
द्रव्यमाहोस्विदनन्यत् । गुणस्यायं भावात् द्रव्ये शब्दनिवेशं कुर्वन् ख्यापयत्यन्यच्छब्दादिभ्यो द्रव्यमिति । अनन्यच्छब्दादिभ्यो द्रव्यम् । न ह्यन्यदुपलन्यते । पशोः खल्वपि विशसितस्य पर्णशते न्यस्तस्य नान्यच्छब्दादिभ्य उपलभ्यते । अन्यच्छब्दादिभ्यो द्रव्यम्। तत् त्वनुमानगम्यम् । तद्यथा । ओषधिवनस्पतीनां वृद्धिहासौ । ज्योतिषां गतिरिति । कोसावनुमानः । इह समाने वर्मणि परिणाहे च अन्यत्तुलाग्रं भवति लोहस्य अन्यत् कार्पासानां यत्कृतो विशेषस्तद् द्रव्यम् । तथा कश्चिदेकेनैव प्रहारेण व्यपवर्ग करोति कश्चित् द्वाभ्यामपि न करोति । यत्कृतो विशेषस्तद् द्रव्यम् । अथवा यस्य गुणान्तरेष्वपि प्रादुर्भवत्सु तत्त्वं न विहन्यते तद् द्रव्यम् । किं पुनस्तत्त्वम् । तद्भावस्तत्त्वम् । तद्यथा। आमलकादीनां फलानां रक्तादयः पीतादयश्च गुणाः प्रादुर्भवन्ति । आमलकं बदरमित्येव भवति । કવર્થ લુ નિર્વરને ગુણસંદ્રાવો દ્રવ્યમતિ . પાતંજલ મહાભાષ્ય, ૫.૧.૧ ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org