________________
૩૬૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
જૈન તાર્કિકોમાં સૌપ્રથમ અકલંક જ છે ન્યાયવિનિશ્ચય, સિદ્ધિવિનિશ્ચય આદિ. ઉત્તરવર્તી દિગમ્બર શ્વેતાંબર બધા તાર્કિકોએ અકલંકઅવલંબિત ખંડનમાર્ગને અપનાવીને પોતપોતાના પ્રમાણવિષયક લક્ષણગ્રંથોમાં બૌદ્ધ, વૈદિક સમ્મત લક્ષણોનું વિસ્તારથી ખંડન કર્યું છે. આચાર્ય હેમચન્દ્રે આ પ્રથાનું અવલંબન લઈને અહીં ન્યાય, બૌદ્ધ, મીમાંસા અને સાંખ્યદર્શન સમ્મત પ્રત્યક્ષલક્ષણોનું પૂર્વ પરંપરા અનુસાર જ ખંડન કર્યું છે.
પૃ. ૧૩૩ ‘વ્યારાવમુલ્યેન' વાચસ્પતિ મિશ્ર અને તેમના ગુરુ ત્રિલોચનના પહેલાં ન્યાયસૂત્રના વ્યાખ્યાકાર તરીકે વાત્સ્યાયન અને ઉદ્યોતકર બે જ પ્રસિદ્ધ છે. તે બેમાંથી વાત્સ્યાયને ન્યાયસૂત્રના (૧.૧.૩) ભાષ્યમાં પ્રત્યક્ષ પ્રમાણ તરીકે સન્નિકર્ષનું પણ સ્પષ્ટ કથન કર્યું છે જેવું વાચસ્પતિ મિશ્રને ન્યાયસૂત્રની (૧.૧.૩) પોતાની વ્યાખ્યામાં અભિપ્રેત છે. તેવી જ રીતે ઉદ્યોતકરે પણ ન્યાયસૂત્રના (૧.૧.૩) વાર્તિકમાં(પૃ. ૨૯) ભાષ્યને અનુસરીને સજ્ઞિકર્ષ અને જ્ઞાન બન્નેયને પ્રત્યક્ષ પ્રમાણ માનીને તેનું સબળ સમર્થન કર્યું છે. વાચસ્પતિની ન્યાયસૂત્રની (૧.૧.૪) વ્યાખ્યાનું પણ એ જ તાત્પર્ય છે. આમ જ્યારે વાચસ્પતિનું તાત્પર્ય વાત્સ્યાયન અને ઉદ્યોતકરની વ્યાખ્યાથી ભિન્ન નથી તો પછી આચાર્ય હેમચન્દ્રનું ‘પૂર્વાચાર્યઋતવ્યારબાવૈમુલ્યેન' આ કથન વાચસ્પતિની બાબતમાં કેવી રીતે સંગત થઈ શકે એ પ્રશ્ન છે. આનો ઉત્તર કેવળ એટલો જ છે કે ન્યાયસૂત્રની (૧.૧.૪) વાત્સ્યાયન અને ઉદ્યોતકરકૃત વ્યાખ્યા સીધી છે. તેમાં ‘યતઃ’ વગેરે કોઈ પદનો અધ્યાહાર નથી ક૨વામાં આવ્યો જેવો કે વાચસ્પતિ મિશ્ને તે સૂત્રની વ્યાખ્યામાં કર્યો છે. તાત્પર્યમાં ભેદ ન હોવા છતાં પણ પૂર્વાચાર્યનાં વ્યાખ્યાનોમાં ‘યતઃ’ પદના અધ્યાહારનો અભાવ અને વાચસ્પતિના વ્યાખ્યાનમાં ‘યતઃ’ પદના અધ્યાહારનું અસ્તિત્વ જોઈને આચાર્ય હેમચન્દ્ર વાચસ્પતિના વિષયમાં ‘પૂર્વાચાર્ય તવ્યાવ્યાનૈપુલ્ઝેન' કહ્યું છે.
પૃ. ૧૩૩ ‘યતઃશબ્દ ' — તાત્પર્યટીકા, પૃ. ૧૦૮, ૧૨૫. ન્યાયમંજરી, પૃ.
૧૨, ૬૬.
ઇન્દ્રિયોનો પોતપોતાના વિષય સાથે
પૃ. ૧૩૪ ‘અપ્રાપ્યારિત્વાત્'
૨.
――――――
૧. ત્રિતોવનનુશ્રીતમાંનુમનોન્મુહૈ:।
યથામાનું યથાવસ્તુ વ્યાવ્યાતમિક્ષ્મીવૃશમ્ । તાત્પર્યટીકા, પૃ. ૧૩૩.
अक्षस्याक्षस्य प्रतिविषयं वृत्तिः प्रत्यक्षम् । वृत्तिस्तु सत्रिकर्षो ज्ञानं वा, यदा सन्निकर्षस्तदा ज्ञानं પ્રમિતિ:, યુવા જ્ઞાનં તવા જ્ઞાનોપારાનોપેક્ષાવુદ્ધય: તમ્ । ન્યાયભાષ્ય, ૧.૧.૩.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org