________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
‘નયવાવાન્તરેખ’ (તત્ત્વાર્થભાષ્ય, ૧.૬) કહ્યો છે જયારે પ્રમાણહ્રયવિભાગ
જૈનાચાર્યોનો સ્વાપન્ન છે. તેથી બધા જૈન તર્કગ્રન્થોમાં તે વિભાગને આધારે પ્રમાણચર્ચા અને જ્ઞાનચર્ચા ક૨વામાં આવી છે. આચાર્ય હેમચન્દ્રે પણ આ કારણે જ તે પ્રમાણહ્રયવિભાગને અપનાવ્યો છે.
ન્યાય-વૈશેષિક વગેરે તર્કપ્રધાન વૈદિક દર્શનોના પ્રભાવના કારણે બૌદ્ધ ભિક્ષુ તો પહેલેથી જ પોતાની પિટકોચિત મૂળ મર્યાદાની બહાર વાદભૂમિ અને તદુચિત તર્ક-પ્રભાણવાદની તરફ ઝૂકી ગયા હતા. ક્રમશઃ જૈન ભિક્ષુ પણ વૈદિક અને બૌદ્ધદર્શનના તર્કવાદની અસરથી મુક્ત ન રહી શક્યા, તેથી જૈન આચાર્યોએ જૈન પરંપરામાં જ્ઞાનવિભાગની ભૂમિકાની ઉપર પ્રમાણવિભાગની સ્થાપના કરી અને પ્રતિવાદી વિદ્વાનોની સાથે તે પ્રમાણવિભાગને લઈને ગોષ્ઠી યા ચર્ચા શરૂ કરી. આર્યરક્ષિતે પ્રત્યક્ષ-અનુમાન આદિ રૂપે ચતુર્વિધ પ્રમાણવિભાગ દર્શાવતી વખતે પ્રત્યક્ષના વર્ણનમાં (અનુયોગદ્વાર પૃ. ૨૧૧) ઇન્દ્રિયપ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનનો અને આગમપ્રમાણના વર્ણનમાં શ્રુતજ્ઞાનનો સમાવેશ સ્પષ્ટપણે સૂચિત કરી જ દીધો હતો તેમ છતાં પણ આગમિક-તાર્કિક જૈન આચાર્યો સમક્ષ એક પ્રશ્ન બરાબર આવ્યા જ કરતો હતો કે અનુમાન, ઉપમાન, અર્થપત્તિ વગેરે દર્શનાત્તરપ્રસિદ્ધ પ્રમાણોને જૈનજ્ઞાનપ્રક્રિયા માને છે કે નહિ ? જો માને છે તો તેમનું સ્વતન્ત્ર નિરૂપણ યા તેમનો સમાવેશ તે જૈનજ્ઞાનપ્રક્રિયામાં સ્પષ્ટ કેમ પ્રાપ્ત થતાં નથી ? તેનો ઉત્તર જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી, સૌપ્રથમ ઉમાસ્વાતિએ આપ્યો છે (તત્ત્વાર્થભાષ્ય, ૧.૧૨). તે ઉત્તર એ છે કે અનુમાન વગેરે દર્શનાન્તરીય બધાં પ્રમાણો મતિ, શ્રુત જેમને આપણે પરોક્ષ પ્રમાણ કહીએ છીએ તેમાં અન્તર્ભૂત છે. ઉમાસ્વાતિના આ ઉત્તરનું અક્ષરશઃ અનુસરણ પૂજ્યપાદે (સર્વાર્થસિદ્ધિ, ૧.૧૨) કર્યું છે. પરંતુ તેમાં કોઈ નવો વિચાર કે વિશેષ સ્પષ્ટતા તેમણે નથી કરી.
૩૨૭
ચતુર્વિધ પ્રમાણવિભાગની અપેક્ષાએ દ્વિવિધ પ્રમાણવિભાગ જૈન પ્રક્રિયામાં વિશેષ પ્રતિષ્ઠા પામી ચૂક્યો હતો અને તે થયું પણ યોગ્ય. તેથી નન્દીસૂત્રમાં દ્વિવિધ પ્રમાણવિભાગને લઈને જ્ઞાનચર્ચા વિશેષ વિસ્તા૨થી થઈ છે. નન્દીકારે પોતાની જ્ઞાનચર્ચાની ભૂમિકા તો રચી દ્વિવિધ પ્રમાણવિભાગ ઉપર, તો પણ તેમણે આર્યરક્ષિતના ચતુર્વિધ પ્રમાણવિભાગાશ્રિત વર્ણનમાંથી મુખ્યપણે બે તત્ત્વો લઈને પોતાની ચર્ચા કરી છે. તેમાંથી પહેલું તત્ત્વ એ છે કે લોકો જે ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ સમજે છે અને કહે છે અને જેને જૈનેતર બધા તાર્કિકોએ પ્રત્યક્ષ પ્રમાણ જ માન્યું છે, તેને જૈન પ્રક્રિયામાં પણ પ્રત્યક્ષ પ્રમાણ કહીને પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org