________________
૩૦૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પોતાની “કંદલી'માં તે પ્રાચીન ત્રવિધ્યના કથનનો પ્રતિવાદ કરીને શાસ્ત્રપ્રવૃત્તિને ઉદેશલક્ષણરૂપથી દ્વિવિધ સ્થાપી છે અને પરીક્ષાને અનિયત કહી તેને સૈવિધ્યમાંથી બાદ કરી છે. શ્રીધરે નિયત રૂપથી દ્વિવિધ શાસ્ત્રપ્રવૃત્તિનું અને વાત્સ્યાયને ત્રિવિધ શાસપ્રવૃત્તિનું કથન કર્યું તેનું કારણ સ્પષ્ટ છે. શ્રીધર કણાભસૂત્રીય પ્રશસ્તપાદભાષ્યના વ્યાખ્યાકાર છે. આ ભાષ્ય અને તેના આધારભૂત સૂત્રો, પદાર્થોના ઉદેશાત્મક અને લક્ષણાત્મક છે, તેમનામાં પરીક્ષાનું ક્યાંય પણ સ્થાન નથી જ્યારે વાત્સ્યાયનમાં વ્યાખ્યય મૂલ ન્યાયસૂત્રો જ સ્વયં ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા એ ક્રમે પ્રવૃત્ત છે. ત્રિવિધ પ્રવૃત્તિવાળાં શાસ્ત્રોમાં તર્કપ્રધાન ખંડન-મંડન પ્રણાલી અવશ્ય હોય છે–જેમકે ન્યાયસૂત્ર અને તેના ભાગમાં. વિધ પ્રવૃત્તિવાળાં શાસ્ત્રોમાં બુદ્ધિપ્રધાન સ્થાપનપ્રણાલી મુખ્યપણે હોય છે જેમ કે કણાદસૂત્ર, પ્રશસ્તપાદભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર અને તેનું ભાષ્ય વગેરેમાં. કેટલાક ગ્રન્થો એવા પણ છે જેમનામાં કેવળ ઉદેશ માત્ર છે જેમ કે જૈનાગમ સ્થાનાંગ, ધર્મસંગ્રહ આદિમાં. શ્રદ્ધાપ્રધાન હોવાથી તેમને માત્ર ધારણાયોગ્ય સમજવા જોઈએ.
આચાર્ય હેમચન્દ્ર વાત્સ્યાયનનું જ પદાનુગમન લગભગ તેમના શબ્દોમાં કર્યું છે.
શાસ્ત્રપ્રવૃત્તિના ચોથા પ્રકાર વિભાગનો પ્રશ્ન ઉઠાવીને અન્ને ઉદ્યોતકરે ન્યાયવાર્તિકમાં અને જયન્ત ન્યાયમંજરીમાં વિભાગનો સમાવેશ ઉદ્દેશમાં જ કર્યો છે? અને ત્રિવિધ પ્રવૃત્તિના પક્ષને જ સ્થિર કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર પણ વિભાગની બાબતમાં તે જ પ્રશ્ન ઉઠાવ્યો છે અને સમાધાન પણ તે જ કર્યું છે.
પૂ. ૬૦ દિષ્ટી' – “લક્ષણ'નું લક્ષણ કરતી વખતે આચાર્ય હેમચન્દ્ર અસાધારણધર્મ' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનું સ્પષ્ટીકરણ નવ્ય ન્યાયપ્રધાન તર્કસંગ્રહની ટીકા દીપિકામાં આ પ્રમાણે છે – १. अनुद्दिष्टेषु पदार्थेषु न तेषां लक्षणानि प्रवर्तन्ते निर्विषयत्वात् । अलक्षितेषु च तत्त्वप्रतीत्यभावः
कारणाभावात् । अतः पदार्थव्युत्पादनाय प्रवृत्तस्य शास्त्रस्योभयथा प्रवृत्तिः- उद्देशो लक्षणं च, परीक्षायास्तु न नियमः। यत्राभिहिते लक्षणे प्रवादान्तरव्याक्षेपात् तत्त्वनिश्चयो न भवति तत्र परपक्षव्युदासाथ परीक्षाविधिरधिक्रियते । यत्र तु लक्षणाभिधानसामर्थ्यादेव तत्त्वनिश्चयः स्यात् तत्रायं व्यर्थो नार्थ्यते । योऽपि हि त्रिविधां शास्त्रस्य प्रवृत्तिमिच्छति तस्यापि प्रयोजनादीनां नास्ति परीक्षा । तत् कस्य हेतोर्लक्षणमात्रादेव ते प्रतीयन्ते इति । एवं चेदर्थप्रतीत्यनुरोधात् शास्त्रस्य प्रवृत्तिर्न त्रिधैव। नामधेयेन पदार्थानामभिधानमुद्देशः । उद्दिष्टस्य स्वपरजातीयव्यावर्त्तको धर्मो लक्षणम् । लक्षितस्य यथालक्षणं વિવાદ પરીક્ષા –કન્ડલી, પૃ.ર૬ त्रिविधा चास्य शास्त्रस्य प्रवृत्तिरित्युक्तम्, उद्दिष्टविभागश्च न त्रिविधायां शास्त्रप्रवृत्तावन्तर्भवति इति । तस्मादुद्दिष्टविभागो युक्तः; न; उद्दिष्टविभागस्योद्देश एवान्तर्भावात्। कस्मात् ? । लक्षणसामान्यात्। સમાન નક્ષi નામધેન પવાથfપ્રધાનમુદ્દેશ તા–ન્યાયવા. ૧.૧.૩. ન્યાયમ. પૃ. ૧૨
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org