________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૮૯
‘અજ્ઞાન'થી ભિન્ન નથી અથવા તો અહીં હેતુમાં અનૈકાન્તિકતા દોષ સમજવો જોઈએ. વાદી કે પ્રતિવાદીને પોતાના હેતુમાં અનૈકાન્તિકતા દોષ છે એનું ભાન થતાં કહે છે ‘આપના પક્ષમાં પણ આ જ દોષ સમાનપણે છે, તમે પણ પુરુષ જ છો’ અને આમ કહી તે એક રીતે હેતુમાં અનૈકાન્તિકત્વ દોષનું જ ઉદ્ભાવન કરે છે.
99. निग्रहप्राप्तस्यानिग्रहः पर्यनुयोज्योपेक्षणं नाम निग्रहस्थानं भवति । पर्यनुयोज्यो नाम निग्रहोपपत्त्यावश्यं नोदनीयः 'इदं ते निग्रहस्थानमुपनतमतो निगृहीतोऽसि' इत्येवं वचनीयस्तमुपेक्ष्य न निगृह्णाति यः स पर्यनुज्योपेक्षणेन निगृह्यते । एतच्च 'कस्य निग्रहः' इत्यनुयुक्तया परिषदोद्भावनीयं न त्वसावात्मनो दोषं विवृणुयात् 'अहं निग्राह्यस्त्वयोपेक्षितः' इति । एतदप्यज्ञानान्न भिद्यते १९ ।
99. (૧૯) પર્યનુયોયોપેક્ષણ નિગ્રહપ્રાપ્તનો નિગ્રહ ન કરવો તે પર્વનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાન છે. અર્થાત્ વાદી નિગ્રહસ્થાનમાં આવી પડ્યો હોય તો પ્રતિવાદીએ તેને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે તમે અમુક નિગ્રહસ્થાન પામ્યા છો. જો કોઈ (વાદી કે પ્રતિવાદી) તેની ઉપેક્ષા કરે અર્થાત્ સામેવાળાને, જે નિગ્રહસ્થાન પ્રાપ્ત છે તેને, નિગૃહીત ઘોષિત ન કરે તો આ ઉપેક્ષા કરનારો પોતે જ પર્યનુયોયોપેક્ષણ નિગ્રહસ્થાનથી નિગ્રહ (પરાજય) પામે છે. ‘કોનો નિગ્રહ થયો છે ?’ એ જણાવવા પરિષદને કહેવામાં આવતાં પરિષદે નિર્ણય પ્રગટ કરવો જોઈએ. વાદી યા પ્રતિવાદી પોતે તો પોતાના દોષને જાહેર નહિ કરે, તે નહિ કહે, ‘હું નિગ્રહપ્રાપ્ત હતો, તમે ઉપેક્ષા કરી મને નિગૃહીત પ્રગટ ન કર્યો.' અહીં પણ અમે નૈયાયિકને જણાવીએ છીએ કે આ
નિગ્રહસ્થાન પણ ‘અજ્ઞાન’ નિગ્રહસ્થાનથી ભિન્ન નથી.
―
91
100. "अनिग्रहस्थाने निग्रहस्थानानुयोगो निरनुयोज्यानुयोगः ' [ન્યાયમૂ. ૧.૨.૨૨] નામ નિગ્રહસ્થાનું મતિ । ૩પપન્નવાનિમપ્રમાનિમનિग्रहार्हमपि ‘निगृहीतोऽसि' इति यो ब्रूयात्स एवाभूतदोषोद्भावनान्निगृह्यते । एतदपि नाज्ञानाद्व्यतिरिच्यते २० ।
100. (૨૦) નિરનુયોયાનુયોગ ‘જે નિગ્રહસ્થાનને પ્રાપ્ત નથી તેના ઉપર નિગ્રહસ્થાનપ્રાપ્તિનો દોષારોપ કરવો તે નિરનુયોજ્યાનુયોગ નિગ્રહસ્થાન બને છે’ [ન્યાયસૂત્ર, ૫.૨.૨૨]. જે યુક્તિસંગત બોલે છે, અપ્રમાદી છે અર્થાત્ સ્વપક્ષસાધન અને પરપક્ષદૂષણમાં બરાબર જાગ્રત છે અને નિગ્રહને યોગ્ય નથી તેને ‘તમે નિગૃહીત
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org