________________
૧૭૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા स्मरणसहकृतमेकत्वविषयं भविष्यति । नैवम्, इन्द्रियस्य स्वविषयानतिल
चनेनैवातिशयोपलब्धेः, न विषयान्तरग्रहणरूपेण । यदाह भट्टः - "यश्चाप्यतिशयो दृष्टः स स्वार्थानतिलङ्घनात् । दूरसूक्ष्मादिदृष्टौ स्यात् न रूपे श्रोत्रवृत्तितः ॥"[श्लोकवा. सूत्र २ श्लो.११४] इति । तत् स्थितमेतत् विषयभेदात्प्रत्यक्षादन्यत्परोक्षान्तर्गतं प्रत्यभिज्ञानमिति।
14. નિયાયિક – આ પ્રત્યભિજ્ઞાન તો પ્રત્યક્ષ જ છે.
હેમચન્દ્રાચાર્ય – એવું નથી, કારણ કે પ્રત્યક્ષ તો ઇન્દ્રિય સાથે સન્નિકૃષ્ટ વર્તમાનકાલીન વિષયને જ જાણે છે. “પોતાની સાથે સમ્બદ્ધ અને વર્તમાનને જ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો ગ્રહણ કરે છે” [શ્લોકવાર્તિક સૂત્ર ૪ શ્લોક ૮૪] આ વિધાનને ભૂલો નહિ. તેથી અતીત અને વર્તમાન બન્નેનું એકત્વ પ્રત્યક્ષનો વિષય બની શકે નહિ.
નૈયાયિક— [એકલી નહિ પણ] સ્મરણસહકૃત ઇન્દ્રિય એકત્વને વિષય કરનારા (અર્થાત એકત્વને જાણનારા) પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે, આ કારણે અમે પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષ કહીએ છીએ.
હેમચન્દ્રાચાર્ય – ના, આમ માનવું યોગ્ય નથી, કારણ કે ઇન્દ્રિયનું સ્વરૂપ યા સ્વભાવ પોતાના જ વિષયને જાણવા સુધી જ સીમિત છે. સેંકડો સહકારીઓની સહાયતા પામીને પણ ઇન્દ્રિય પોતાના નિયત વિષયથી જુદા અન્ય વિષયને જાણવા પ્રવૃત્ત થઈ શકતી નથી. સુગંધના સ્મરણની સહાયતા પામીને ચક્ષુ ઇન્દ્રિય પોતાનો જે નિયત વિષય નથી તે ગબ્ધને ગ્રહણ કરી શકતી નથી. અતીત અને વર્તમાન અવસ્થાઓમાં અનુસૂત રહેલું એક દ્રવ્ય ઈન્દ્રિયોનો વિષય નથી, એટલે ઇન્દ્રિયો તેને કેવી રીતે ગ્રહણ કરી શકે, જાણી શકે ? અદષ્ટનો સહકાર પામેલી ઇન્દ્રિય આ એકત્વને જાણી શકે છે. એવા તમારા કથનને ઉપર આપેલો હેતુ જ અયોગ્ય સિદ્ધ કરે છે. એના કરતાં તો એ માનવું વધુ સારું કે કર્મની (અર્થાત્ કર્મના ક્ષયોપશમની) સહાયતાથી આત્માને જ એકત્વવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે; આમ કહેવું યોગ્ય છે. સ્વપ્રવિદ્યાથી સંસ્કૃત આત્માને અન્યથા જે વિષયનું જ્ઞાન ન થાય તેવા વિષયોનું પણ વિશિષ્ટ જ્ઞાન થાય છે, એ આપણે જોયું છે.
નૈયાયિક – જેમ અંજન આદિના સંયોગથી સંસ્કાર પામેલી ચક્ષુ સાતિશય (વિશેષતાવાળી) બની જાય છે તેમ મરણના સહયોગથી સંસ્કાર પામેલી ઇન્દ્રિય એકત્વને વિષય કરશે, એકત્વને જાણશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org