SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ प्रथमाध्यायस्य द्वितीयमाह्निकम् ॥ પ્રથમ અધ્યાયનું બીજું આફ્રિક 1. इहोद्दिष्टे प्रत्यक्षपरोक्षलक्षणे प्रमाणद्वये लक्षितं प्रत्यक्षम् । इदानीं परोक्षलक्षणमाह અવિશદ્ઃ પોક્ષમ્ ॥॥ 1. અહીં ગણાવવામાં આવેલાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણોમાંથી પ્રત્યક્ષનું લક્ષણ જણાવ્યું. હવે આચાર્ય પરોક્ષનું લક્ષણ કહે છે— અવિશદ [સમ્યગર્થનિર્ણય] પરોક્ષ [પ્રમાણ] છે. (૧) 2. सामान्यलक्षणानुवादेन विशेषलक्षणविधानात् 'सम्यगर्थनिर्णयः ' इत्यनुवर्तते । तेनाविशदः सम्यगर्थनिर्णयः परोक्षप्रमाणमिति ॥ १ ॥ 2. સામાન્યલક્ષણની પુનરુક્તિ કરીને જ વિશેષ લક્ષણનું વિધાન કરવામાં આવે છે. તેથી ‘સમ્યગ્ અર્થનિર્ણય' એ પદ આગળ આવી ગયેલા સૂત્રમાંથી અહીં ચાલ્યું આવે છે. તેથી અવિશદ સમ્યગર્થનિર્ણય પરોક્ષ પ્રમાણ છે. [અવિશદ એટલે જેમાં ‘આ’ એવા આકારની પ્રતીતિ ન હોય કે જેની ઉત્પત્તિમાં બીજા પ્રમાણની અપેક્ષા હોય તે. તાત્પર્ય એ છે કે પ્રત્યક્ષની જેમ પરોક્ષ પ્રમાણ પણ સમ્યક્ નિર્ણયરૂપ જ હોય છે પરંતુ પ્રત્યક્ષ વિશદ હોય છે જ્યારે પરોક્ષ અવિશદ હોય છે, આ જ તે બેનાં સ્વરૂપમાં અન્તર છે].(૧) 3. વિભાગમાદ— स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमास्तद्विधयः ॥२॥ 3. હવે આચાર્ય પરોક્ષ પ્રમાણના ભેદો જણાવે છે—— સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, ઊહ(તર્ક), અનુમાન અને આગમ - આ પાંચ ભેદો પરોક્ષ પ્રમાણના છે. (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy