SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ ૨ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અથવા હાનબુદ્ધિ આદિ ફલ છે. (૪૦) 147. हानोपादानोपेक्षाबुद्धयो वा प्रमाणस्य फलम् । फलबहुत्वप्रतिपादनं सर्वेषां फलत्वेन न विरोधो वैवक्षिकत्वात् फलस्येति प्रदिपादनार्थम् ॥४०॥ 147. અથવા હાનબુદ્ધિ, ઉપાદાનબુદ્ધિ અને ઉપેક્ષાબુદ્ધિ પ્રમાણનું ફળ છે. અહીં અનેક ફલોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ બધાં ફળો હોવામાં કોઈ વિરોધ નથી કારણ કે ફલ પ્રમાતાની વિવેક્ષા મુજબ હોય છે–ફલબહુત્વનું પ્રતિપાદન કરવાનું આ પ્રયોજન છે.(૪૦) 148, પાનમસાત્તવાહિમતપરીક્ષાર્થ-દિ प्रमाणाद्भिन्नाभिन्नम् ॥४१॥ 148. પ્રમાણથી ફલને એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન માનનારના મતોની પરીક્ષા કરવા માટે આચાર્ય કહે છે— [પ્રમાણનું ફળ] પ્રમાણથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. (૪૧) 149. करणरूपत्वात् क्रियारूपत्वाच्च प्रमाणफलयो/दः । अभेदे प्रमाणफलभेदव्यवहारानुपपत्तेः प्रमाणमेव वा फलमेव वा भवेत् । अप्रमाणाव्यावृत्त्या प्रमाणव्यवहारः, अफलाद्व्यावृत्त्या च फलव्यवहारो भविष्यतीति चेत्; नैवम्; एवं सति प्रमाणान्तराद्व्यावृत्त्याऽप्रमाणव्यवहारः, फलान्तराव्यावृत्त्याऽफलव्यवहारोऽप्यस्तु, विजातीयादिव सजातीयादपि व्यावृत्तत्वाद्वस्तुनः । 149. પ્રમાણ કરણરૂપ છે અને ફલ ક્રિયારૂપ છે, તેથી પ્રમાણ અને ફળનો ભેદ છે. એકાન્ત અભેદ માનવામાં આવે તો “પ્રમાણ અને ફળ' એવો ભેદવ્યવહાર ઘટશે નહિ, એકલું પ્રમાણ જ રહેશે કે એકલું ફલ જ રહેશે. શંકા–પ્રમાણ અને ફળનો અભેદ છે. પ્રમાણ અને ફળ એક જ વસ્તુ છે. તે એક જ વસ્તુમાં અપ્રમાણની વ્યાવૃત્તિ દ્વારા પ્રમાણનો વ્યવહાર થશે અને અફલની વ્યાવૃત્તિ દ્વારા ફલનો વ્યવહાર થશે. આમ એક જ વસ્તુમાં પ્રમાણ-ફલનો ભેદવ્યવહાર ઘટશે. સમાધાન–આવું નથી. આ માન્યતા અયોગ્ય છે. [પ્રત્યેક વસ્તુ જેમ વિજાતીય વસ્તુઓથી વ્યાવૃત્ત હોય છે તેમ સજાતીયથી પણ વ્યાવૃત્ત હોય છે.] તેથી જેમ અપ્રમાણથી વ્યાવૃત્ત હોવાના કારણે ‘પ્રમાણ છે' એવો વ્યવહાર સ્વીકારો છો તેમ પ્રમાણાન્તરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy