________________
૧
૩ ૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ભાષ્ય, ગાથા ૧૮૦]. તો પછી આપ સૂત્રમાં સ્મૃતિના હેતુને જ ધારણા કેમ કહી છે?
સમાધાન – તમારી વાત સાચી છે. [અવાયની] અવિસ્મૃતિ ધારણા છે, પરંતુ તેનો સમાવેશ તો અવાયમાં જ થઈ જાય છે, એટલે તેનો અલગથી ઉલ્લેખ નથી કર્યો. અવાયજ્ઞાન જ એક વાર ઉત્પન્ન થયા પછી લાંબા વખત સુધી જયારે ચાલુ રહે છે ત્યારે તેનું આ લાંબા સમય સુધી ચાલુ રહેવું એ જ વિશ્રુતિ છે, અને આ અવિશ્રુતિ જ ધારણા કહેવાય છે, આમ અવાયની અંદર જ આ અવિસ્મૃતિરૂપ ધારણાનો સમાવેશ થઈ જાય છે. અથવા એમ પણ કહી શકાય કે અવિશ્રુતિ પણ સ્મૃતિનું કારણ છે એટલે તેનો પણ સૂત્રગત ધારણા” પદથી સંગ્રહ થઈ જ જાય છે, અવિસ્મૃતિ વિનાના અવાયમાત્રથી રુતિ ઉત્પન્ન થતી નથી. રસ્તે ચાલતાં તૃણનો સ્પર્શ થવાથી ઉત્પન્ન થઈ અત્યંત અલ્પકાળ અસ્તિત્વ ધરાવતાં જ્ઞાનો જેવાં પરિશીલનહીન અવાયજ્ઞાનો સ્મૃતિને ઉત્પન્ન કરતાં હોય એવું અનુભવ્યું નથી. તેથી “સ્મૃતિ હેતુ” પદથી અવિસ્મૃતિ અને સંસ્કાર બન્ને
સ્મૃતિ હેતુઓનો સંગ્રહ થઈ જાય છે. આમ કોઈ દોષ કે બાધા આવતી નથી. જો કે જૈન સિદ્ધાન્તમાં સ્મૃતિને પણ ધારણા કહેવામાં આવી છે પરંતુ તે તો પરોક્ષ પ્રમાણનો એક ભેદ છે એટલે એનો ઉલ્લેખ કે સંગ્રહ કરવાની અહીં કોઈ આવશ્યકતા જ નથી. આમ અમે જે કહ્યું તે બધું નિર્દોષ છે. - 106. રૂદ મવિનામ_વગ્રહાલીનાં ચિત્વમવસેયમ્ | विरुद्धधर्माध्यासो ह्येकत्वप्रतिपत्तिपरिपन्थी । न चाऽसौ प्रमाणप्रतिपन्नेऽर्थे प्रत्यर्थितां भजते । अनुभूयते हि खलु हर्षविषादादिविरुद्धविवर्ताक्रान्तमेकं चैतन्यम् । विरुद्धधर्माध्यासाच्च बिभ्यद्भिरपि कथमेकं चित्रपटीज्ञानमेकानेकाकारोल्लेखशेखरमभ्युपगम्यते सौगतैः, चित्रं वा रूपं नैयायिकाિિરિત ? |
106. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ક્રમથી ઉત્પન્ન થતાં હોવા છતાં તેમનો કથંચિત્ અભેદ છે. પરસ્પરવિરોધી ધર્મોનું હોવું એ એકત્વના જ્ઞાનમાં બાધક છે, એકત્વના જ્ઞાનનું વિરોધી છે. પરંતુ પ્રમાણસિદ્ધ અનેકાન્તાત્મક એક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ ધર્મોનું હોવું એ તે વસ્તુના એકત્વનું (કે એકત્વના જ્ઞાનનું) વિરોધી નથી. હર્ષ, વિષાદ વગેરે પરસ્પરવિરોધી પર્યાયોથી આક્રાન્ત એક ચૈતન્ય (આત્મા) સૌને અનુભવાય છે. તો પછી એક વસ્તુમાં અનેક વિરુદ્ધ ધર્મોથી ડરતા બૌદ્ધોએ (વિજ્ઞાનવાદીઓએ) નીલ, પીત, આદિ અનેક આકારોવાળું એક ચિત્રવિજ્ઞાન કેમ સ્વીકાર્યું છે? તથા નૈયાયિકોએ નીલ, પીત, આદિ અનેક રૂપોવાળું એક (બાહ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org