________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા व्यभिचारिणोपि परोक्षस्य दर्शनादप्रामाण्यंमिति चेत्; प्रत्यक्षस्यापि तिमिरादिदोषादप्रमाणस्य दर्शनात् सर्वत्राप्रामाण्यप्रसङ्गः । प्रत्यक्षाभासं तदिति चेत्; इतरत्रापि तुल्यमेतदन्यत्र पक्षपातात् । धर्मकीर्त्तिरप्येतदाह
૮૨
"प्रमाणेतरसामान्यस्थितेरन्यधियो गतेः ।
प्रमाणान्तरसद्भावः प्रतिषेधाच्च कस्यचित् ॥ १ ॥ अर्थस्यासम्भवेऽभावात् प्रत्यक्षेऽपि प्रमाणता । प्रतिबद्धस्वभावस्य तद्धेतुत्वे समं द्वयम् " ॥ २ ॥ इति । છેવટે તમારું પ્રત્યક્ષને પ્રમાણ માનવા
36. હેમચન્દ્રાચાર્ય ચાર્વાકને પૂછે છે
માટેનું કારણ શું છે ?
-
ચાર્વાક તે કારણ એ છે કે તે અર્થવ્યભિચારી છે અર્થાત્ અર્થ હોતાં તે ઉત્પન્ન થાય છે અને અર્થ ન હોતાં તે ઉત્પન્ન થતું નથી.
—
હેમચન્દ્રાચાર્ય · પરંતુ આ અર્થવ્યભિચાર તો અવિનાભાવી લિંગથી ઉત્પન્ન થનારા પરોક્ષરૂપ અનુમાનમાં તેમજ અર્થપ્રતિબદ્ધ શબ્દથી ઉત્પન્ન થનારા પરોક્ષરૂપ શાબ્દ જ્ઞાનમાં પણ છે જ. તો પછી તેમને તમે ચાર્વાકો પ્રમાણ કેમ નથી માનતા? ચાર્વાક · તેનું કારણ આપીએ છીએ. આ અનુમાનરૂપ, શાબ્દરૂપ કે અન્ય પરોક્ષ જ્ઞાનોને વ્યભિચારી એટલે કે અર્થ વિના પણ ઉત્પન્ન થતાં દેખીએ છીએ તેથી પરોક્ષ જ્ઞાનોને અમે પ્રમાણ તરીકે સ્વીકારતા નથી.
―
—
હેમચન્દ્રાચાર્ય — કેટલાંક પરોક્ષ જ્ઞાનો વ્યભિચારી (અપ્રમાણ) હોવાથી બધાં જ પરોક્ષ જ્ઞાનોને વ્યભિચારી (અપ્રમાણ) માનશો તો તમારે ચાર્વાકે સમાન ન્યાયે કેટલાંક પ્રત્યક્ષ જ્ઞાનો (જેવાં કે તિમિર આદિ દોષોને કારણે ઉત્પન્ન થતાં પ્રત્યક્ષ જ્ઞાનો) વ્યભિચારી (અપ્રમાણ) હોવાથી બધાં જ પ્રત્યક્ષ જ્ઞાનોને વ્યભિચારી (અપ્રમાણ) માનવા પડશે અને પરિણામે તમારા માટે પ્રત્યક્ષપ્રમાણનો પણ અસંભવ થઈ જશે.
―――
ચાર્વાક જેને તમે વ્યભિચારી પ્રત્યક્ષ કહ્યું તે ખરેખર પ્રત્યક્ષ જ નથી. તે તો પ્રત્યક્ષાભાસ છે. પ્રત્યક્ષ તો હમેશા પ્રમાણ જ હોય છે. એટલે તમે જે કહ્યું કે કેટલાંક પ્રત્યક્ષો વ્યભિચારી હોય છે તે અમને ચાર્વાકોને માન્ય નથી. જે વ્યભિચારી હોય છે તે પ્રત્યક્ષો નથી, પ્રત્યક્ષાભાસો છે. ત્યક્ષો વ્યભિચારી હોતાં જ નથી.
――――――
હેમચન્દ્રાચાર્ય - આ જે તમે કહ્યું તે બધું સમાનપણે પરોક્ષ જ્ઞાનોને પણ લાગુ પડે છે. તેથી પ્રત્યક્ષપ્રમાણની જેમ પરોક્ષપ્રમાણ પણ ચાર્વાકે સ્વીકારવું જોઈએ. પરંતુ તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org