________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
ग्रहीष्यमाणग्राहिण इव गृहीतग्राहिणोऽपि नाप्रामाण्यम् ॥४॥
14. શંકા–જાણેલા અર્થને જાણતું જ્ઞાન તો પિષ્ટપેષણ જ કરે છે. અને તેને પ્રમાણ માનીએ તો ગૃહીતગ્રાહી (જાણેલાને જાણનારા) ધારાવાહિક જ્ઞાનને પ્રમાણ માનવાની આપત્તિ આવે. તેથી [અર્થનિર્ણય' ને બદલે] “અપૂર્વાર્થનિર્ણયને પ્રમાણ કહેવું જોઈએ. અર્થાત્ જે જ્ઞાન પહેલાં ન જાણેલી વસ્તુનો નિર્ણય કરે છે તે જ્ઞાન જ પ્રમાણ છે એમ કહેવું જોઈએ, જેમ કે પૂર્વાચાર્યોએ કહ્યું છે – “વાપૂર્વાર્થવ્યવસાયાત્મ જ્ઞાનં પ્રમ્ જ જ્ઞાન પોતાનો અને અપૂર્વ અર્થનો નિશ્ચય (વ્યવસાય) કરે છે તે જ્ઞાન પ્રમાણ છે [પરીક્ષામુખ ૧.૧] તથા તટ પૂર્વાર્થવિજ્ઞાનમ્ (અપૂર્વ અર્થનું વિજ્ઞાન પ્રમાણ છે)'.આ શંકાના સમાધાનમાં આચાર્ય કહે છે–
જેમ ભવિષ્યમાં ગ્રહણ કરવાની (જાણવાની) વસ્તુનું વર્તમાનમાં ગ્રહણ કરનારું (જાણનારું) જ્ઞાન અપ્રમાણ નથી તેમ ભૂતકાળમાં જ્ઞાત વસ્તુને વર્તમાનમાં જાણનારું જ્ઞાન પણ અપ્રમાણ નથી. (૪)
15. યમર્થ – દ્રવ્યાપેક્ષા વી ગૃહીત હિન્દુ વિપ્રતિષિÀત પર્યાયાपेक्षया वा ? तत्र पर्यायापेक्षया धारावाहिज्ञानानामपि गृहीतग्राहित्वं न सम्भवति, क्षणिकत्वात् पर्यायाणाम् तत्कथं तन्निवृत्त्यर्थं विशेषणमुपादीयेत? अथ द्रव्यापेक्षया; तदप्ययुक्तम्; द्रव्यस्य नित्यत्वादेकत्वेन गृहीतग्रहीष्यमाणावस्थयोर्न भेदः । ततश्च कं विशेषमाश्रित्य ग्रहीष्यमाणग्राहिणः प्रामाण्यम्, न गृहीतग्राहिणः? अपि च अवग्रहेहादीनां गृहीतग्राहित्वेऽपि प्रामाण्यमिष्यत एव । न चैषां भिन्नविषयत्वम्; एवं शवगृहीतस्य अनीहनात्, ईहितस्य अनिश्चयादसमञ्जसमापद्येत । न च पर्यायापेक्षया अनधिगतविशेषावसायादपूर्वार्थत्वं वाच्यम्; एवं हि न कस्यचिद् गृहीतग्राहित्वमित्युक्तप्रायम् ।
15. આનો અભિપ્રાય આ છે – જ્ઞાન દ્રવ્યની અપેક્ષાએ ગૃહીતગ્રાહી હોય છે કે પર્યાયની અપેક્ષાએ? આ બેમાંથી કઈ અપેક્ષાએ જ્ઞાનને ગૃહીતગ્રાહી ગણવામાં આવે છે? જો પર્યાયની અપેક્ષાએ જ્ઞાનને ગૃહીતગ્રાહી કહેવામાં આવતું હોય તો ધારાવાહિક (“આ ઘટ છે” “આ ઘટ છે” એવું સતત થનારું) જ્ઞાન પણ ગૃહીતગ્રાહી નથી સંભવતું, કારણ કે પર્યાયો ક્ષણિક હોય છે. [પ્રથમ જ્ઞાન જે પર્યાયને જાણે છે તે જ પર્યાયને બીજું જ્ઞાન જાણતું નથી, કારણ કે બીજા જ્ઞાનના સમયે પહેલો પર્યાય રહેતો જ નથી. તેથી ધારાવાહિક જ્ઞાન પણ અપૂર્વ-અપૂર્વ અર્થાત્ અજ્ઞાત પર્યાયને જ જાણે છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org