________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
પ્રાચીન આચાર્યોએ અર્થનિર્ણયની જેમ સ્વનિર્ણયને પણ પ્રમાણનું
ww
12. gistલક્ષણ કહ્યું છે . ‘પ્રમાળું સ્વપરાવમાપ્તિ (સ્વ અને પરને પ્રકાશિત કરનારું જ્ઞાન જ પ્રમાણ છે)' [ન્યાયાવતાર ૧] તથા ‘સ્વાર્થવ્યવસાયાત્મ જ્ઞાન પ્રમાળમ્ (જે જ્ઞાન સ્વ અને અર્થનો નિશ્ચય કરે છે તે પ્રમાણ છે)’ [તત્ત્વાર્થશ્લોકવાર્તિક ૧.૧૦.૭૭]. આ કથન ખોટું નથી, કારણ કે ‘હું ઘટને જાણું છું’ ઇત્યાદિ આકારની પ્રતીતિઓમાં જેમ ‘હું’ એ કર્તાનું અને ‘ઘટને’ એ કર્મનું જ્ઞાન થાય છે તેમ ‘જાણું છું’ એ જ્ઞમિક્રિયાનું અર્થાત્ જ્ઞાનનું પણ જ્ઞાન થાય છે. વળી, જેને જ્ઞાનનું જ્ઞાન (જે સદા પ્રત્યક્ષરૂપ હોય છે) નથી થતું, તેને પેલા જ્ઞાન દ્વારા અર્થનું જ્ઞાન થઈ શકતું નથી. બીજા જ્ઞાન વડે પ્રથમ જ્ઞાનનું જ્ઞાન અને પ્રથમ જ્ઞાન વડે અર્થનું જ્ઞાન સંભવતું નથી, કારણ કે પેલું બીજું જ્ઞાન અજ્ઞાત હોવાથી પ્રથમ જ્ઞાનને જાણી શકતું નથી. જો બીજા જ્ઞાનને જાણવા માટે ત્રીજું જ્ઞાન માનવામાં આવે તો એ પ્રમાણે માનતાં અનવસ્થાદોષની આપત્તિ આવે. પ્રથમ જ્ઞાન (અર્થજ્ઞાન) બીજા જ્ઞાનને (અર્થજ્ઞાનજ્ઞાનને) અને બીજું જ્ઞાન પ્રથમ જ્ઞાનને જાણી લે છે એવું માનતાં અન્યોન્યાશ્રયદોષની આપત્તિ આવે. જો મને અર્થજ્ઞાન ન થયું હોત તો હું ‘અર્થ છે’ એવો વ્યવહાર ન કરત પરંતુ હું ‘અર્થ છે’ એવો વ્યવહાર કરું છું તેથી મને અર્થજ્ઞાન થયું છે—આ રીતે અર્થાપત્તિથી અર્થજ્ઞાનનું જ્ઞાન થાય છે એવો મત પણ ઉપર જે કહ્યું છે તેનાથી નિરસ્ત થઈ જાય છે. તે આ પ્રમાણે અર્થપત્તિ પણ જ્ઞાપક છે, તેથી જ્યાં સુધી તે પોતે અજ્ઞાત હોય ત્યાં સુધી તે જ્ઞાપક થઈ શકતી જ નથી. બીજી અર્થપત્તિથી પહેલી અર્થાત્તનું જ્ઞાન માનતાં અનવસ્થા અને ઈતરેતરાશ્રય દોષોની આપત્તિ આવતી હોવાથી મુશ્કેલી જેમની તેમ જ રહે છે. તેથી માનવું જોઈએ કે જેમ જ્ઞાન અર્થ તરફ ઉન્મુખ થઈ અર્થને જાણે છે તેમ પોતાની ત૨ફ ઉન્મુખ થઈ પોતાને પણ જાણે છે, એટલે જ્ઞાન અર્થનિર્ણાયકની જેમ સ્વનિર્ણાયક પણ છે. જો જ્ઞાન પોતે પોતાને જાણતું હોય તો તે જ્ઞેય બની જાય અને જ્ઞેય બની જવાને કા૨ણે ઘટ વગેરેની જેમ તે જ્ઞાન ન રહે · અને આમ જ્ઞાન જ્ઞાનત્વહીન બની જવાની આપત્તિ આવશે. આવી આપત્તિ આપવી યોગ્ય નથી. જ્ઞાતા (હું અર્થાત્ કર્તા)નું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે તે પણ જ્ઞેય બને છે, પરંતુ જ્ઞાતા જ્ઞાતા તરીકે જ શેય બને છે, તેથી શૈય બનવા છતાં તેના જ્ઞાતૃત્વની હાનિ થતી નથી. તેવી જ રીતે જ્યારે જ્ઞાન પોતે પોતાને જાણે છે ત્યારે તે પોતાનું જ્ઞેય બને છે, પરંતુ જ્ઞાન જ્ઞાન તરીકે જ જ્ઞેય બને છે, તેથી જ્ઞાનના જ્ઞાનત્વની હાનિ થતી નથી. જ્ઞાનના શેય બનવામાં કોઈ દોષ નથી, કારણ કે અર્થની અપેક્ષાએ તે જ્ઞાન છે અને પોતાની અપેક્ષાએ તે જ્ઞેય છે. એક જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે. જેમ ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક જ પુરુષના પિતા અને પુત્ર બન્ને હોવામાં કોઈ વિરોધ નથી તેમ ભિન્ન
---
૬૬
Jain Education International
c
For Private & Personal Use Only
――
www.jainelibrary.org