________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
આના ઉપ૨ પછીથી વિચાર કરી દૃષ્ટાન્ત વિના પણ હેતુ ગમક બની શકે એ દર્શાવવામાં આવશે.
9. तत्र निर्णयः संशयाऽनध्यवसायाविकल्पकत्वरहितं ज्ञानम् । ततो निर्णयपदेनाज्ञानरूपस्येन्द्रियसत्रिकर्षादेः, ज्ञानरूपस्यापि संशयादेः प्रमाण
',
૬૩
त्वनिषेधः ।
9. નિર્ણય એટલે સંશયત્વ, અધ્યવસાયત્વ અને નિર્વિકલ્પકત્વ ધર્મોથી રહિત જ્ઞાન. તેથી ‘નિર્ણય’ પદથી અજ્ઞાનરૂપ ઇન્દ્રિયસન્નિકર્ષની તથા જ્ઞાનરૂપ હોવા છતાં પણ સંશય આદિની પ્રમાણતાનો નિષેધ કરવામાં આવ્યો છે.
10. ગયતેઽઅંતે વા અર્થો દેયોપાટેયોપેક્ષળીયતક્ષળ:, ફ્રેયસ્ય હાતુમ, उपादेयस्योपादातुम्, उपेक्षणीयस्योपेक्षितुम् अर्थ्यमानत्वात् । न चानुपादेयत्वादुपेक्षणीयो हेय एवान्तर्भवति; अहेयत्वादुपादेय एवान्तर्भावप्रसक्तेः । उपेक्षणीय एव च मूर्द्धाभिषिक्तोऽर्थः, योगिभिस्तस्यैवार्यमाणत्वात् । अस्मदादीनामपि हेयोपादेयाभ्यां भूयानेवोपेक्षणीयोऽर्थः ; तन्नायमुपेक्षितुं क्षमः । अर्थस्य निर्णय इति कर्मणि षष्ठी, निर्णीयमानत्वेन व्याप्यत्वादर्थस्य । अर्थग्रहणं च स्वनिर्णयव्यवच्छेदार्थं तस्य सतोऽप्यलक्षणत्वादिति वक्ष्यामः ।
Jain Education International
www.
10. [પ્રયોજનની સિદ્ધિ માટે] જેને પ્રાપ્ત કરવામાં આવે છે કે ઇચ્છવામાં આવે છે તે ‘અર્થ’ છે. અર્થના ત્રણ પ્રકાર છે હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય, ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય અને ઉપેક્ષણીય અર્થાત્ ઉપેક્ષા કરવા યોગ્ય. અર્થના આ ત્રણ પ્રકા૨ છે કારણ કે આપણી ઇચ્છા ત્રણ પ્રકારની છે આપણે હેયને ત્યજવાની, ઉપાદેયને ગ્રહણ કરવાની અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવાની ઇચ્છા કરીએ છીએ. ઉપેક્ષણીય અર્થ અનુપાદેય હોવાથી હેય અર્થમાં જ સમાવેશ પામે છે એમ ન કહેવું જોઈએ કારણ કે એમ કહેતાં તો તે અહેય હોવાથી ઉપાદેયમાં જ તેના સમાવેશની આપત્તિ આવે. ખરેખર તો ઉપેક્ષણીય અર્થ જ સંખ્યાની દૃષ્ટિએ પ્રધાન, અત્યંત મહત્ત્વનો અર્થ છે કારણ કે યોગીઓ તેની જ (ઉપેક્ષા કરવાની) ઇચ્છા કરે છે. [અર્થાત્ યોગીઓ માટે બધા જ અર્થો ઉપેક્ષણીય છે. ત્યાગ-ગ્રહણ દ્વેષ-રાગના સૂચક છે. યોગીઓમાં રાગ-દ્વેષ નથી એટલે ગ્રહણ-ત્યાગ નથી, પરિણામે તેમને માટે હેય-ઉપાદેય અર્થો નથી.] આપણા માટે પણ હેય અને ઉપાદેય અર્થોની અપેક્ષાએ ઉપેક્ષણીય અર્થો ઘણા બધા છે, તેથી ઉપેક્ષણીય અર્થની ઉપેક્ષા કરવી ઉચિત નથી, [અર્થાત્ ઉપેક્ષણીય અર્થોને
For Private & Personal Use Only
www.jainelibrary.org