________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ સાધન અર્થાત્ કરણ પ્રમાણની મીમાંસા એટલે પ્રમાણનું ઉદ્દા આદિવડે પર્યાલોચન. શાસ્ત્રીય ગ્રંથની પ્રવૃત્તિ ત્રેવડી હોય છે—(૧) ઉદ્દેશ, (૨) લક્ષણ અને (૩) પરીક્ષા. કોઈ વસ્તુનો કેવળ નામથી ઉલ્લેખ કરવો તે ઉદ્દેશ છે, જેમકે આ જર ન. [આ સૂત્રમાં પ્રમાણનો નામમાત્રથી ઉલ્લેખ છે.] જેનો ઉદ્દેશ કરાયો હોય અર્થાત જેનો નામમાત્રથી ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેના અસાધારણ ધર્મનું કથન કરવું તે લક્ષણ છે. લક્ષણ બે પ્રકારનું હોય છે – સામાન્ય લક્ષણ અને વિશેષ લક્ષણ. સામાન્ય લક્ષણનું ઉદાહરણ હવે પછીનું સૂત્ર છે. તેમાં સામાન્યરૂપથી પ્રમાણનું લક્ષણ કહ્યું છે.] વિશેષ લક્ષણનું ઉદાહરણ છે વિશ: પ્રત્યક્ષમ્ (વિશદ સમ્યગર્ભનિર્ણય પ્રત્યક્ષ છે)' [૧.૧.૧૩] એ સૂત્ર. વિભાગ અર્થાત્ ભેદ એ તો વિશેષ લક્ષણનું જ અંગ છે. તેથી વિભાગને જુદો જણાવ્યો નથી. જેનું લક્ષણ કહેવામાં આવ્યું હોય તેને અંગે “આ આવું છે, આવું નથી” એ પ્રમાણે યુક્તિપૂર્વક વિચારણા કરવી તે પરીક્ષા છે, તેનું ઉદાહરણ છે ત્રીજું સૂત્ર..
6. पूजितविचारवचनश्च मीमांसाशब्दः । तेन न प्रमाणमात्रस्यैव विचारोऽत्राधिकृतः, किन्तु तदेकदेशभूतानां दुर्नयनिराकरणद्वारेण परिशोधितमार्गाणां नयानामपि - "प्रमाणनयैरधिगमः" [तत्त्वा० १.६.] इति हि वाचकमुख्यः, सकलपुरुषार्थेषु मूर्धाभिषिक्तस्य सोपायस्य सप्रतिपक्षस्य मोक्षस्य च । एवं हि पूजितो विचारो भवति । प्रमाणमात्रविचारस्तु प्रतिपक्षनिराकरणपर्यवसायी वाक्कलहमानं स्यात् । तद्विवक्षायां तु "अथ प्रमाणपरीक्षा" [प्रमाणपरी. पृ. १] इत्येव क्रियेत । तत् स्थितमेतत् -प्रमाणनयपरिशोधितप्रमेयमार्ग सोपायं सप्रतिपक्षं मोक्षं विवक्षितुं मीमांसाग्रहणમાવાતિ ૨
6. “મીમાંસા' શબ્દનો અર્થ છે પૂજિત (પ્રશસ્ત) વિચાર અને પૂજિત વચન.તેથી આ ગ્રન્થમાં કેવળ પ્રમાણનો જ વિચાર પ્રસ્તુત નથી, પરંતુ પ્રમાણના એક અંશભૂત તથા દુર્નયોનું નિરાકરણ કરીને પ્રમાણના માર્ગને પરિશુદ્ધ કરનારા નયોનો પણ વિચાર કરવામાં આવશે. વાચકમુખ્ય ઉમાસ્વાતિએ કહ્યું છે, “પ્રમાણઔરીધામ: અર્થાતુ પ્રમાણો અને નયોથી જ તત્ત્વોનું સમ્યગુ જ્ઞાન થાય છે તત્ત્વાર્થસૂત્ર, ૧.૬.]. વળી, પ્રમાણ અને નય ઉપરાંત સકલ પુરુષાર્થોમાં શ્રેષ્ઠ મોક્ષનો, મોક્ષના ઉપાયોનો અને મોક્ષના વિરોધીઓનો પણ આ ગ્રન્થમાં વિચાર કરવામાં આવશે. આ રીતે અર્થાત આ બધાંનો વિચાર કરવાથી વિચાર પૂજિત બને છે. પ્રમાણમાત્રનો વિચાર તો પ્રમાણના પ્રતિપક્ષ અપ્રમાણના નિરાકરણમાં જ પર્યવસાન પામતો હોવાથી કેવળ વાકલા જ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org