________________
૫૪
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
વિહાર કરાયેલા દેશોમાં સર્વપ્રથમ કરહાટ (કોલ્હાપુર)નું નામ આવ્યું છે (આશ્વાસ ૧૩, પદ્ય ૧૦૩). કર્ણપાર્થને કરાટના શિલાહાર વંશી રાજા વિજયાદિત્યના મંત્રી : લક્ષ્મ અથવા લક્ષ્મણનું સંરક્ષણ પ્રાપ્ત હતું. એટલા માટે વિદ્વાનોનું અનુમાન છે કે કોલ્હાપુર જ કર્ણપાર્યનું જન્મસ્થળ હશે. પરંતુ બલિષ્ઠ પ્રમાણોના અભાવે એમ માનવું સમુચિત નથી કે કોલ્હાપુર જ કવિનું જન્મસ્થળ છે, કેમકે સમવસરણના વિવરણમાં કવિએ સહુ પ્રથમ કરવાટનું જે રીતે નામ લખ્યું છે, તેનું બીજું પણ કોઈ અદૃષ્ટ કારણ હોઈ શકે. આથી તેમના વંશ, માતા-પિતાદિ સંબંધે આ સમયે કંઈ પણ કહી નથી શકાતું.
હવે કર્ણપાર્યના અમરકાવ્ય નેમિનાથ-પુરાણ વિશે પણ બે શબ્દ કહેવા જરૂરી છે. આ પુરાણમાં દેશનિવેશવર્ણન, પુંડરીકિણી નગરનું ઐશ્વર્યવર્ણન, રાજ્યવૈભવવર્ણન અને દેવગતિવર્ણન (આશ્વાસ ૧) ચિત્તાકર્ષક છે. આ જ રીતે ભગવાન નેમિનાથના ગર્ભવતરણ તથા જન્માભિષેક (આશ્વાસ ૮), વૈરાગ્ય, દાન, તપ, કેવલજ્ઞાનોત્પત્તિ તથા સમવસરણ વર્ણન (આશ્વાસ ૧૩) અને નિર્વાણનું વર્ણન પણ માર્મિક છે. સાથે જ પ્રદ્યુમ્નકુમાર, પાંડવો તથા બલદેવની તપસ્યાનું વર્ણન (આશ્વાસ ૧૪) પણ વિશેષ ચિત્તાકર્ષક છે. જ્યાં સુધી રસનો સંબંધ છે જૈન કાવ્ય તથા પુરાણોનો પ્રધાન રસ શાંત રસ છે. પરંતુ તે પણ એક સર્વમાન્ય તથ્ય છે કે આસ્વાદકોને એક જ રસથી સંતોષ નથી થઈ શકતો. એટલા માટે શાંતરસની સાથે સાથે જૈનપુરાણો તથા કાવ્યોમાં શૃંગારાદિ શેષ રસ પણ યથાસ્થાન પ્રકરણાનુકૂલ ઉચિત માત્રામાં નિબદ્ધ કરી દેવામાં આવ્યા છે. મહાકવિ નાગચન્દ્રનું કથન છે કે જે રીતે સિદ્ધરસથી લોહ સુવર્ણ બની જાય છે તે જ રીતે શાંતરસના સંપર્કથી પાપ પ્રવૃત્તિના જનક શૃંગારાદિ રસ પણ પુણ્યનું કારણ બની જાય છે. પ્રસ્તુત કાવ્યમાં પણ શાંતરસ તથા તેનો સ્થાયીભાવ નિર્વેદ વિશેષ રૂપે વર્ણિત છે. પ્રથમ આશ્વાસમાં નાગદત્ત ઇભકતું અને પ્રીતિમતિ-ચિંતાગતિના વૈરાગ્ય પ્રસંગોમાં તથા દ્વિતીય આશ્વાસમાં અર્વદાસ અમિતગામી અમિતતેજ અને સુપ્રતિષ્ઠના વૈરાગ્ય પ્રસંગોમાં શાંતરસ, તૃતીય આશ્વાસમાં શાન્તનું અને પાંડુ-કુંતિના પ્રસંગોમાં શૃંગારરસ, સુપ્રતિષ્ઠના ઉપસર્ગમાં કરુણ રસની અભિવ્યક્તિ થઈ છે. ચતુર્થ તથા પંચમ આશ્વાસમાં સ્મશાનના વર્ણનમાં બીભત્સરસ, વિવાહોના પ્રસંગોમાં શૃંગારરસ તથા ષષ્ઠ આશ્વાસમાં કંસના ચરિત્રમાં માત્સર્યાદિ ભાવોની સાથે સાથે વીરરસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org