________________
-
-
--
સહયોગ દાતા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ,
મુલુંડ(પૂર્વ), મુંબઈ મુલુંડ(પૂર્વ)માં વિ.સં. ૨૦૪રમાં શ્રીમવિજય કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં જિનપ્રસાદ બિલ્ડીંગ, જી. વી. સ્કિમ રોડ નં. ૧ નાં ત્રીજે માળે ગૃહમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. (મૂળનાયક શ્રી સુમતિનાથ પ્રભુ હતા.) ત્યારબાદ વિ.સં. ૨૦૫૯માં યુગદિવાકર આચાર્ય ભગવંત શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સાંઈઓર્નેટ જૈન સોસાયટી, ઘાસલેટવાળા કમ્પાઉન્ડ, નવઘર રોડ, મુલુંડ(પૂર્વ) ખાતે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ દેરાસરની પ્રભુ-પ્રતિમાને અત્રે બિરાજમાન કરેલ. શ્રી સંઘે આજ સ્થળે નાના એવા પણ આરાધના માટે ખૂબ જ ઉપયોગી એવા ઉપાશ્રયની સ્થાપના કરેલ.
વિમલનાથ જૈન આરાધક સંઘ,
બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ વાલકેશ્વરના એક ખૂણામાં આવેલ બાણગંગા સ્મશાનની સામે મધ્યમવર્ગના જૈનોની વિમલ સોસાયટી આવેલ છે. આ સોસાયટીના ગ્રાઉન્ડ ફલોરમાં વિમલનાથ પ્રભુનું સુંદર ગૃહમંદિર આવેલું છે. પ. પૂ. આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી ૨૨ વર્ષ પૂર્વે આ ગૃહમંદિરની સ્થાપના થયેલી. ત્યારથી આજસુધીમાં સંખ્યાબંધ પુણ્યાત્માઓ દર્શન, પૂજન, વંદન કરીને પોતાના આત્માને નિર્મળ કરી રહ્યા છે.
શાસન સમ્રાટ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય-અશોકચંદ્રસૂરી મ.સા., ૫.પૂ. વિજયસોમચંદ્રસૂરીજી મ.સા.ની આજ્ઞાથી, જિનશાસન શણગાર ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય મહારાજા શ્રીમદ્ વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના અનંત ઉપકારની પુણ્યસ્મૃતિનિમિત્તે સં. ૨૦૬૧ની સાલના પર્યુષણ પર્વની આરાધના પ્રસંગે સંઘે આ પ્રકાશનમાં સહયોગ આપી લાભ લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org