________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
પદવી પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી મહાકવિ છે. આદિકવિ પંપને પણ અરિકેસરી દ્વારા આ પદવી નહોતી મળી. ‘કવિચક્રવર્તી'ની પદવી પ્રાપ્ત કરનાર બીજા પણ બે જૈન કવિ છે રન્ન અને જન્ન. પોન્ને આ ‘કવિચક્રવર્તી’ પદવીનો ઉલ્લેખ પોતાની કૃતિમાં સ્વયં કર્યો છે. પોન્નના પોન્નિગ, પોન્નમય્ય, સવણ વગેરે નામ પણ હતાં. પોત્ર પોતાના પૂર્વકાલીન પંપ વગેરે કોઈ પણ કવિનું નામ નથી લેતો. વિદ્વાનોનો અભિપ્રાય છે કે પોતાના કવિસામર્થ્યની પ્રશંસા કરતાં કવિ પોત્ર પ્રશંસાની મર્યાદા એકદમ ભૂલી ગયો છે.
૨૦
શાંતિપુરાણના પ્રારંભના ૯મા આશ્વાસ સુધી તીર્થંકર શાંતિનાથના ૧૧ પૂર્વભવોનું વર્ણન છે. માત્ર અંતિમ ત્રણ આશ્વાસોમાં શાંતિનાથનું ચરિત્ર પ્રતિપાદિત છે. પોત્રની આ શાંતિપુરાણ કથામાં અને કમલભવ (ઈ.સ.૧૨૩૫)ની શાંતિપુરાણ કથામાં અનેક સ્થળો પર અંતર દૃષ્ટિગોચર થાય છે. આનું શું કારણ છે ? તે સ્પષ્ટ રૂપે જ્ઞાત નથી. શાંતિપુરાણમાં લોકાકાર, દેશનિવેશન, ચતુર્ગતિસ્વરૂપ વગેરે જૈનપુરાણના આઠ લક્ષણોની સાથે સાથે મહાકાવ્યોના ૧૮ લક્ષણ પણ મોજૂદ છે. જ્યાં-ત્યાં વિવિધ રસોત્પત્તિને અનુરૂપ વર્ણનો પણ વર્તમાન છે, છતાં પણ કહેવું પડશે કે પંપ અને રક્ષની રચનાઓમાં ઉપલબ્ધ વર્ણન-સૌંદર્ય અને પાત્રરચનાકૌશલ પોક્ષની કૃતિઓમાં નથી. હા, પોન્નનો બંધ પ્રૌઢ છે. વસ્તુતઃ પારિભાષિક શબ્દ અને સંસ્કૃત ભાષાનો વ્યામોહ આ બંનેએ મહાવિ પોક્ષની કૃતિઓની શૈલીને ક્લિષ્ટ બનાવી દીધી છે. છતાં પણ કવિતામાં સ્વાભાવિકતા, નિરર્ગલતા અને પાંડિત્ય મોજૂદ છે.
કવિએ આમાં ૧૯ છંદોનો ઉપયોગ કર્યો છે. કાવ્યમાં ચંપૂકાવ્યને અનુકૂળ સુપ્રસિદ્ધ અક્ષરવૃત્ત તથા કંદ અધિક છે. તેમાં પણ શાંતરસાભિવ્યક્તિ સહાયક કંદ અત્યધિક છે. આ પુરાણમાં કુલ ૧૬૩૬ પદ્ય, રગળે તથા ત્રિપદિઓ પણ છે. આમાં અહીં-તહીં સુંદર કહેવતો પણ મોજૂદ છે. ‘જિનાક્ષરમાલા' પોન્નની બીજી રચના છે. આ એક જિનસ્તુતિ છે. ‘ગતપ્રત્યાગત’ નામક પોન્નનો એક બીજો ગ્રંથ હોવાનું કહેવાય છે. પરંતુ આ ગ્રંથ હજી સુધી ઉપલબ્ધ નથી થયો.
જ્ઞ
મહાકવિ ૨ન્ન મુઘોળના નિવાસી હતા. તેમનો જન્મ સૌમ્ય સંવત્સર (ઈ.સ.૯૪૯)માં થયો હતો. રન્નની માતાનું નામ અબ્બલબ્બે તથા પિતાનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org